Abtak Media Google News

અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ માઇક્રો બાયોલોજી લેબમાં 4 તબીબ સહિતનો સ્ટાફ ખડેપગે

એક વર્ષમાં એઇમ્સની માઇક્રો બાયોલોજી લેબનું કદ થશે વિશાળ: અનેક નવા રિસર્ચ કરાશે

રાજકોટમાં એઇમ્સના નિર્માણ બાદ જાણે ગુજરાતમાં મેડિકલ હબ બનીને ઉભરી આવ્યું હોય તેમ લોકોનો ભરોસો પણ તેના પર વધ્યો છે. એઇમ્સમાં માત્ર ઓપીડીની શરૂઆતથી જ લોકોનો ઘસારો વધતો જોવા મળી રહ્યો છે. અબતક મીડિયા હાઉસ દ્વારા એઇમ્સમાં કાર્યરત જુદા જુદા વિભાગોની મુલાકાત લઈ તેમના નિષ્ણાતો સાથે વાતચીત કરી હર એક વિભાગ વિષે જરૂરી જાણકારી પૂરી પાડી હતી. તેવી જ રીતે અબતક મીડિયા દ્વારા એઇમ્સ માં કાર્યરત માઇક્રો બાયોલોજી લેબની મુલાકાત લઈ લોકોને તેના વિશે ઉજાગર કર્યા હતા.એઇમ્સ ખાતે કાર્યરત માઇક્રો બાયોલોજી લેબમાં અનેક પરિશ્રણ કરવામાં આવી રહ્યા છે.

જેમાં સૌથી મહત્વના મુદ્દા ટીબી પર પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન કે વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવામાં આવે તે દિશામાં એઇમ્સ સતત પ્રયત્નશિલ છે. બીજી તરફ અન્ય જુદા જુદા ડીઝીઝ પર પણ માઇક્રો બાયોલોજી લેબમાં રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.રાજકોટ ખાતે કાર્યરત એઇમ્સમાં ફરજ બજાવતા હર એક તબીબ કોઈના કોઈ રિસર્ચ સાથે સંકળાયેલા રહે છે. જેના હિસાબે લોકોનો એઇમ્સ પરનો ભરોસો સતત વધતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ એઇમ્સમાં પણ કાર્યરત માઇક્રો બાયોલોજી લેબમાં પરીક્ષણ સાથે રિસર્ચ પણ કરવામાં આવી રહ્યા છે.

હર એક નિષ્ણાત પોતાના સમયનો ત્રીજો ભાગ રિસર્ચમાં ફાળવે છે: ડો.અશ્વિન (હેડ, માઇક્રો બાયોલોજી લેબ)

અબતક સાથેની વાતચીતમાં એઇમ્સ માઇક્રો બાયોલોજી લેબના એચ.ઓ.ડી. ડો.અશ્વિને જણાવ્યું હતું કે, હાલ લેબમાં ચાર તબીબ સહિત 10 લોકો સ્ટાફ કાર્યરત છે. તેમાંથી હરવેક નિષ્ણાત પોતાના કામગીરીના સમયનો ત્રીજો ભાગ રિસર્ચ માટે ફાળવે છે. દેશમાંથી 2025 સુધીમાં ટીબીના રોગને નાબૂદ કરવાનું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીડું ઝડપ્યું છે તેના માટે એઇમ્સના નિષ્ણાતો સતત ટીબીના ક્ષણો પર રિસર્ચ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ સાથે એઇડ્સ તથા અન્ય રોગના લક્ષણો પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.આ અંગે વધુમાં માહિતી આપતા ડો.અશ્વિને જણાવ્યું હતું કે હાલ માઇક્રો બાયોલોજી લેબમાં રોજ 50-100 જેટલા જુદા જુદા ટેસ્ટિંગ કરવામાં આવે છે માઇક્રો બાયોલોજી લેબમાં હાલ અધતન સાધનો છે પરંતુ આવતા વર્ષે લેબની ક્ષમતા વધારવા માટે અન્ય સાધનો મંગાવવામાં આવશે અને સ્ટાફમાં પણ વધુ ભરતી કરવામાં આવશે. લેબની વિશાળ ક્ષમતા બાદ તેમાં કોવિડ સહિતના વિષયો પર વધુને વધુ પરીક્ષણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.