Abtak Media Google News

રિલાન્સ જીઓએ પોતાના ગ્રાહકો માટે દિવાળી ઓફરમાં 399ના રિચાર્જ પર 50-50ના 8 વાઉચર આપીયા હતા,. આ વાઉચરનો ઉપયોગ ગ્રાહક ભવિષ્યમાં રિચાર્જ કરતાં સમયે કરી શકશે. જીઓના આ પ્લાન લોન્ચ થયા બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે પણ દિવાળી પર નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે.

Advertisement

એરટેલે પોસ્ટપેડ ગ્રાહકો માટે અનલિમિટેડ વોયસ કોલ વાળું પેક લોન્ચ કરવું છે.કંપનીએ “માયપ્લાન ઇનફિનિટી” તરફ 999 રૂપિયાનું પ્લાન લોન્ચ કર્યો છે.આ પ્લાનનો ફાયદો નવા અને જૂના એમ બંને ગ્રાહકો લાભ મેળવી શકશે.આ પ્લાનમાં પોસ્ટપેડ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ,રોમિંગ અને ઇંકમિંગ કોલ અને આઉટગોઇંગ કોલ પર કોઈ ચાર્જ નહીં લાગે.

નવી ઓફરમાં એરટેલ ગ્રાહકોને કંપની તરફથી 50 GB3G/4G ડેટાની પણ ઓફર કરી રહી છે.50 GBના આ ફ્રી કોટા ખત્મ થયા બાદ ગ્રાહકને 50 પૈસા પ્રતિ એમબીના ડરથી 1000 રૂપિયા સુધી ડેટા અને તેનો ઉપયોગ કરી શકશે.આ પ્લાનમાં એક વઘુ ખાસ ઓફર એ છે કે 999 રૂપિયા ના આ પ્લાનમાં ગ્રાહકોને 6 મહિના માટે સ્ક્રીન રિપ્લેસમેંટની પણ ઓફર આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.