Abtak Media Google News

જીયોનાં ટેલિકોમ માર્કેટમાં આવ્યા બાદથી સસ્તામાં સસ્તુ ભાડુ અને સિધ્ધપુરની જાત્રા જેવું ગ્રાહકોને લાગવા માંડ્યુ છે. ત્યારે મોટાભાગના ગ્રાહકો જીયો તરફ વળ્યા છે. તેવા સમયે અન્ય ટેલિકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન, આઇડિયા પણ આ દોડમાં સામેલ થઇ ગ્રાહકોને સસ્તા પ્લાન આપી રહી છે ત્યારે જીયોને બીટ કરવા એરટેલ કંપનીએ ગ્રાહકોને નવા નવા પ્લાન ઓફર કર્યા છે. જેમાં પ્રીવેઇડ ગ્રાહકોને ૪જીની સુવિધા ઓછા ખર્ચે મળી રહે તેવા પ્લાનનો પણ સમાવેશ થાય છે.

એરટેલએ પ્રિપેઇડ ગ્રાહકો માટે ‚.૮નો નવો પ્લાન માર્કેટમાં મુક્યો હતો અને તેના બીજ જ દિવસે 4Gની સુવિધા આપતો રૂ.૫નો બીજો નવો પ્લાન જાહેર કર્યો હતો જે અંતર્ગત આ ડેટા પ્લાનમાં ફક્ત પાંચ પિયામાં તમે 4Gની સુવિધાનો લાભ લઇ શકો છો. અને આ પ્લાન એક્ટીવ કર્યા બાદ તેની વેલીડીટી સાત દિવસ સુધીની રહે છે તેમજ આ સાત દિવસ દરમિયાન  4GBનો 4Gડેટા વાપરી શકાશે..

આ ડેટા પ્લાનના ઉપયોગ કરવા માટે 4Gસપોર્ટેડ સીમ કાર્ડ હોવુ જ‚રી છે . તેમજ આ પ્લાનમાં મળેલો 4GBનો ડેટા જો સાત દિવસમાં ન વપરાય તો બચેલો ડેટાનો ફોરવર્ડેબલ નથી. જેથી સાત દિવસ સુધીમાં 4GBડેટાનો ઉપયોગ કરવો જરૂરી બને છે. અને ખાસ વાત એ કે કં૫નીના જણાવ્યા અનુસાર આ નવા પ્લાનને લેવા માટે નવુ સીમકાર્ડ ખરીદ્યાનાં ૫૪ દિવસની અંદર જ આ પ્લાન એક્ટીવ કરાવવો અનિવાર્ય રહે છે.

તો આ રીતે એરટેલ દ્વારા માર્કેટમાં ટકી રહેવા ફક્ત રૂ.૫માં 4GB 4Gડેટા સાત દિવસ માટે ગ્રાહકોને આપવામાં આવી છે. ત્યારે એરટેલની આ ઓફરને ટક્કર આપવા અન્ય ટેલિકોમ કંપનીઓ શું નવું આપશે તે જોવુંનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.