Abtak Media Google News

રિલાયન્સ જીઓ ને ટક્કર દેવા માટે બધી કંપનીઓ તેમના યુઝર્સને આકર્ષિત કરવા મેહનત કરે છે. કંપનીઓ ઓછામાં ઓછા પૈસામાં યુઝર્સને વધુ ઇન્ટરનેટ ડેટા આપે છે. જીઓના આવવા પછી લોકો ઇન્ટરનેટનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે. આ જોતાં હવે એરટેલ તેનાં યુઝર્સ માટે એક નવો પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન પણ ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરતા યુઝર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે

આ પ્લાનમાં રોજિંદા ઉપયોગ માટે 4 જીબી હાઇ સ્પીડ ડેટા આપવામાં આવે છે. તેની સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસ છે, અને પ્લાન 999 રૂપિયાનો છે.

રિલાયન્સ જીઓ 999 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડીટી સાથે અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધા આપે છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને એકી સાથે 90 જીબી ડેટા આપવામાં આવશે. યુઝર ઇચ્છે તો આ ડેટાને એક દિવસમાં સમાપ્ત કરી શકે અથવા 90 દિવસમાં. એક વખત 90 જીબી ડેટા સમાપ્ત થાય તો, ઈન્ટરનેટ અનલિમીટેડ ચાલુ રહેશે પરંતુ તેની સ્પીડ 128kbps રહેશે.

તે સમયે એરટેલના 799 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દૈનિક ઉપયોગ કરવા માટે 3 જીબી ડેટા મળશે. ઉપરાંત અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા પણ મફત મળશે. આ પ્લાનની વેલીડીટી પણ 28 દિવસ છે. એટલે એનો મતલબ આ પ્લાનમાં કુલ 84 જીબી ડેટા મળશે. એરટેલના 549 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દૈનિક ઉપયોગ માટે 2GB ડેટા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.