Abtak Media Google News

ખેલૈયાઓ માટે લાખેણા ઈનામોની વણઝાર

નવરાત્રીના પર્વને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રઘુવંશી પરીવાર દ્વારા યુવાધનની લાગણીને માન આપીને પ્રથમ વખત જ થયેલા ‘રાસોત્સવ-૨૦૧૮’ આયોજનને અકલ્પનિય અને અદભુત સફળતા મળી છે. ૧૫૦ ફુટ રીંગ રોડ, નાનામૌવા સર્કલ ખાત આવેલા વિશાળ ગ્રાઉન્ડમાંથી ધર્મેશભાઈ વસંત માહિતી આપતા જણાવે છે કે, વિશાળ સ્ટેજને ડીઝીટલ ડિસ્કો લાઈટીંગથી સજજ કરવામાં આવ્યો છે.

તેજ રીતે સમગ્ર ગ્રાઉન્ડને વ્હાઈટ તથા યલો કોમ્બીનેશન હેલોઝન તથા અન્ય રંગબેરંગી આકર્ષક લાઈટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. જાણે ચાંદ અને સીતારાઓ રઘુવંશીને આંગણે ઉતરી આવ્યા હોય. ફકત રઘુવંશી સમાજના ખેલૈયાઓ માટે થયેલા નવરાત્રી પર્વના આયોજનમાં મા જગદંબાની આરતી, જય આદ્યશકિતથી શરૂ કરીને…અમે રઘુવંશી પરીવાર…આવી નવલી નોરતાની રાત…ખેલ ખેલ રે ભવાની માં થી નવલા નોરતાનો પ્રારંભ થશે.

મેડ મ્યુઝિક ઓરકેસ્ટ્રા ભરત મહેતા પ્રસ્તુત તેમજ રીધમ અરેન્જર હાર્દિક મહેતાના સંગાથે ઝુમાવશે તથા મ્યુઝિક ડાયરેકટર રવિ ઢાકેચા, ઢોલના માણીગર અલ્તાફ-અકરમની બેલડી ઢબુકતા ઢોલના તાલે રમાડશે તથા સુપર ગીટારીસ્ટ મહેક શેઠ આ તમામ આર્ટીસ્ટોને સાથે અનિલ વંકાણી, મૌલિક ગજજર, દિપ્તી ગજજર તેમજ કાઠીયાવાડની ગોરી, કામણગારી અને રાજકોટનું ગૌરવ ટીવી એકટ્રેસ પ્રિશા રાજપુત ખેલૈયાઓને પોતાના સ્વરથી ૧ લાખ વોટની હાઈફાઈ ૪ વે લાઈન એરે ફલાઈંગ સાઉન્ડ સિસ્ટમથી મંત્ર મુગ્ધ કરશે.

આ આયોજનમાં ખેલૈયાઓ મન મુકીને રમશે, ત્યારે નિર્ણાયકોના નિર્ણયને ધ્યાનમાં લઈને રોજબરોજ અલગ-અલગ ગ્રુપમાં એ અને બીમાં અનુક્રમે ૫ પ્રિન્સ અને ૫ પ્રિન્સેસ તેમજ ગ્રુપ એ અને બીમાં ૨ વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ જાહેર કરવામાં આવશે. ઉપરાંત રાસોત્સવમાં રઘુવંશી પરીવારના આંગણે રોજ રમતા ખેલૈયાઓના ગ્રુપને તેમજ તેમની અવનવી સ્ટાઈલને તથા અલગ-અલગ સ્ટેપને ધ્યાનમાં લઈને એકસ્ટ્રા ઈનામો જાહેર કરવામાં આવશે.

આ રીતે પરીવાર દ્વારા ખેલૈયાઓ માટે લાખેણા ઈનામોની જાણે કે વણઝાર ઉભી કરવામાં આવેલ છે. રઘુવંશી પરીવારના રાસોત્સવના આ ભવ્ય આયોજનમાં રઘુવંશી સમાજના દરેક વર્ગના લોકો ભાગ લેવા માટે અતિ ઉત્સુક છે. સમાજની યુવા નારીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળતા સમાજના તેમજ પરીવારના મહિલા અગ્રણીઓની ટીમ સાથે ખભે ખભા મીલાવીને આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, સુરેશભાઈ ચંદારાણા, નિતીનભાઈ રાયચુરા, હરીશભાઈ લાખાણી, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, શાંતુભાઈ ‚પારેલીયા, હસુભાઈ ચંદારાણા, હિતેષભાઈ બગડાઈ, રાજુભાઈ ‚પમ, હીરેનભાઈ ખખ્ખર, ધર્મેન્દ્રભાઈ મીરાણી તેમજ લોહાણા મહાજન પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, રઘુવંશી મહિલા અગ્રણીઓ શિલ્પાબેન પુજારા, શિતલબેન બુઘ્ધદેવ, તરુબેન ચંદારાણા, રત્નાબેન સેજપાલ, દક્ષાબેન ભગદેવ, કલ્પનાબેન વિઠલાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.