Abtak Media Google News

રૂદ્ર ફાઉન્ડેશન દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત

સાઈન્ટિફિક કરિયર કાઉન્સેલિંગના પ્રણેતા સનતકુમાર આપશે નિ:શુલ્ક કારકિર્દીલક્ષી માર્ગદર્શન

અત્યારના સમયમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને સૌથી મૂંઝવતો પ્રશ્ન એટલે કારકિર્દીનો પ્રશ્ર્ન બાળકના અભ્યાસની સાથે કયા પ્રકારની સ્કિલ ડેવલપ કરવી કે તાલીમ લેવી ? એ વાલીઓ માટે હંમેશાથી મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે . આધુનિક ટેકનોલોજીથી જગત જ્યારે સતત અપડેટ થઈ રહ્યું છે ત્યારે 15 કે 20 વર્ષો પછી નવા કયા ક્ષેત્રો વિકાસ પામ્યા હશે અને હાલના કયા ક્ષેત્રો નાબૂદ થયા હશે ? તેની દીર્ઘદ્રષ્ટિ રાખીને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ અત્યારથી જ એ દિશામાંનું ક્ષેત્ર પસંદ કરવાનું હોય છે.

ભવિષ્યમાં ખૂબ જ ડિમાન્ડ ધરાવતા કારકિર્દીના અનેક ક્ષેત્રો પૈકી બાળક વ્યક્તિગત રીતે કયા ક્ષેત્રમાં સફળ થઈ શકશે ? તે જાણવા માટે હાલમાં સાયન્ટિફિક રિપોર્ટ દ્વારા સાયકોલોજીકલ કાઉન્સેલિંગ ઉપલબ્ધ છે. બાળકની આંતરિક શક્તિ કયા ફિલ્ડમાં વધુ સારી છે ? બાળકમાં કેવા પ્રકારની ખામીઓ તથા ખુબીઓ છે ? બાળકની ખામીઓને ખૂબીમાં કઈ રીતે ફેરવવી ? બાળક ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન કયા ક્ષેત્રમાંથી મહત્તમ રીતે કરી શકશે ? વિદ્યાર્થીને સાયન્સ , કોમર્સ કે આર્ટસ કયા ફિલ્ડ તરફ લઈ જવો ? સેંકડો પ્રકારના ક્ષેત્રોમાંથી બાળકની ઈંનર એબિલિટીને આધારે એણે કહ્યું ક્ષેત્ર ન જ પસંદ કરવું જોઈએ ? કારણ કે બાળકની ઈનર એબિલિટીને અનુરૂપ ન હોય તેવા ક્ષેત્રો પસંદ કરવાથી ભવિષ્યમાં ખૂબ જ વધારે મહેનતને અંતે પણ ઓછું વળતર પ્રાપ્ત થતું હોય છે .

બાળકને કયા પ્રકારના સ્પોર્ટ્સમાં આગળ વધારવો ? શું મ્યુઝિક , ડાન્સ કે સિંગિંગમાં બાળક આગળ વધી શકશે ? ભવિષ્યમાં બિઝનેસમેન, પ્રોફેશનલ, ગવર્મેન્ટ જોબ કે અન્ય કોઈ ક્ષેત્રોમાંથી બાળક સફળ કારકિર્દી બનાવી શકશે ? સામાન્ય રીતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ પોતાના જીવનમાં આવતી નાનકડી સમસ્યાઓ માટે પણ નિષ્ણાંતની મદદ લેતા હોય છે. તો આવા સમયે જીવનભરનો જેના પર આધાર છે તેવી કારકિર્દીની દિશા નક્કી કરવા માટે વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મળતું હતું નથી . વિદ્યાર્થીઓ તથા વાલીઓની આવી તમામ પ્રકારની મૂંઝવણોનો સચોટ ઉકેલ તથા સ્પષ્ટ દિશા સૂચન આપને રુદ્ર ફાઉન્ડેશન દ્વારા યોજાનારા નો યોર ઇનર એબિલિટી ફ્રી સેમિનાર દ્વારા મળી શકશે .

આ ફ્રી સેમિનાર તારીખ 14 , રવિવારના રોજ રાત્રે 8:00 વાગે હેમુ ગઢવી હોલ ખાતે યોજાવા જઈ રહ્યો છે . આ સેમિનારમાં બેઠક વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ ફ્રી સેમિનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનું નામ, ધોરણ તથા સ્કૂલ 7575835359 પર વોટ્સએપ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ત્યારે સેમિનાર અંગે વિગત આપવા સનતકુમાર, ખુશાલીબેન, ધારિણીબેન, જીજ્ઞાસા પંડયા, નિત્યા ભંભાણીએ  અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.