Abtak Media Google News

બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને એરપોર્ટ પર દબોચ્યો

ગાંધીનગર સ્થિત અક્ષરધામ પર આતંકી હુમલાનો આરોપી મોહમદ ફારૂખ શેખ ઝડપાયો છે. વિદેશથી અમદાવાદ આવતા જ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર તેને ઝડપી લીધો હતો. તે 16 વર્ષથી સાઉદી અરેબિયામાં રહેતો હતો.

Advertisement

16 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર 2002માં અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો થયો  હતો.જૈશ એ મહંમદ અને લશ્કરે એ તૌયબાના આંતકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા.36ના મોત અને 85 લોકોને ઈજા પહોંચી હતી.એનએસજી કમાન્ડોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે આદમ અજમેરી સહિત 6 આરોપીઓની પોટા હેઠળ ધરપકડ કરી હતી.કોર્ટમાં ચાર્જશીટ બાદ કેસ ચાલતા 3 આરોપીને ફાંસી, બેને આજીવન કેદ અને બેને પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવી.આદમ અજમેરીનો ભાઈ 15 વર્ષથી ફરાર ભાઈ અબ્દુલ રશીદ એક વર્ષ પહેલા એરપોર્ટ પર પકડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.