Abtak Media Google News

રાજકોટના સ્લમ વિસ્તારના મકાનોને સુંદર ચિત્રોથી સજાવતા પદાધિકારીઓ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો તેમજ, અન્ડરબ્રીજ, ઓવરબ્રીજ, સરકારી મિલકતોની દીવાલ સહિતના સ્થળો ઉપરાંત હવે શહેરના સ્લમ વિસ્તારો પણ પગ મુકતાની સાથે જ એક સુંદર ચિત્રોથી વિસ્તાર ખીલી ઉઠશે. કેનાલ રોડના છેડે આવેલ લલુડી વોંકળા તરીકે ઓળખાતા સ્લમ વિસ્તારમાં ૨૫૦થી વધુ મકાનોની દિવાલ એક થી એક ચડિયાતા ચિત્રોથી સજાવવામાં આવી હતી. જેમાં અલગ અલગ કલર તેમજ ટ્રેડીશનલ ચિત્રકામ તથા આભલાવર્ક દ્વારા દીવાલોને સજાવવામાં આવી હતી.

1 103આ ઝુપડપટ્ટીમાં કે જેઓ ૪૦ વર્ષથી વધુ સમયથી રહે છે. તેમણે પોતાના ઝૂંપડામાં રંગ કામ કેવા હોય તેઓએ કદી જોયા નથી અને આ બધું જોઈ ઝુપડાવાસીઓને આજે સ્વપ્નનગરી જેવા દેખાય છે. પછાત વિસ્તારનું લેબલ જાણે ૨૪ કલાકમાં જ દુર થઇ ગયું હોય તેમ ઝુપડપટ્ટીના ૫૨૦ મકાનો અલગ અલગ રંગોથી રંગવામાં આવ્યા હતા. જેથી લત્તાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

2 96સ્માર્ટ સીટી મિશન ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટને ચિત્રનગરી બનાવવા માટેની એક અનોખી મિશાલ જગાવી છે. આ મિશનમાં મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પૂર્વ મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં.૧૪ના પ્રભારી નીલેશભાઈ જલુ, શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ દવે, વોર્ડ નં.૧૪ના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ટાંક, વિપુલભાઈ માખેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

3 65

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.