Abtak Media Google News

ચાર હત્યા પૈકી બેમાં તકસીરવાન ઠરેલા કુખ્યાત નિલય મહેતાએ પેરોલ પર છૂટી લૂંટ ચલાવી ખૂન કર્યુ’તું

નજીવી રકમ માટે નિર્દયતાથી હત્યા કરતા સિરિયલ ક્લિરે પેરોલ પર છુટી પાંચેક વર્ષ પહેલાં આમ્રપાલી ફાટક નજીક વણિક વૃધ્ધાના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હત્યા કરવાના ગુનામાં પ્રેમિકા સહિત છ શખ્સો સાથે ઝડપાયા બાદ તમામ શખ્સો સામે હત્યા અને લૂંટના કેસની સુનાવણી પુરી થતા અદાલતે સાંજે ચુકાદો જાહેર કરશે.

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ આમ્રપાલી ફાટક નજીક આવેલા પંચરત્ન એપાર્ટમેન્ટમાં એકલવાયું જીવન જીવતા વિમેલેશકુમારી કૃષ્ણગોપાલભાઇ વાત્સે નામના ૭૮ વર્ષના વૃધ્ધાની ગત તા.૧૯-૩-૧૩ના રોજ તેના ફલેટમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

ગાંધીગ્રામ પોલીસ મથકના તે સમયના પી.આઇ. અને હાલ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાએ ઉંડાણર્પૂક તપાસ કરી હત્યાના ગુનામાં કુખ્યાત નિલય મહેતાની સંડોવણી હોવાનું બહાર આવતા તેની દોઢેક વર્ષ બાદ ધરપકડ કરી હતી.

આ પૂર્વે વિમેલેશકુમારીની હત્યાના ગુનામાં નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતાની ખોડીયારપરામાં રહેતી પ્રેમિકા શબાના ઉર્ફે શબુ અલ્લારખા ભીખુ બેગ, શાપરના વિનોદ સુરેશ રાઠોડ, રણુજા મંદિર પાસેના જયનગર મફતીયાપરાના રાકેશ નવીનચંદ્ર મહેતા, કોઠારિયા રોડ હુડકો કવાર્ટરના હુસેન ભીખુ બેગ અને કોઠારિયા રોડ પરની ગણેશનગરના રસિક સતાર શેખ નામના શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન શબાના ઉર્ફે શબુ બેગની માતા વિમલેશકુમારીને ત્યાં ઘરકામ કરવા જતી હતી ત્યારે માતા સાથે અવાર નવાર કામ કરવા જતી શબાના ઉર્ફે શબુ બેગને વિમલેશકુમારી એકલા જ રહેતા હોવાનું અને વૃધ્ધા હોવાની માહિતી હોવાથી જેલમાંથી પેરોલ પર છુટેલા નિલય ઉર્ફે નિલય મહેતાને ટ્રીપ આપતા તેને હત્યા કરી સોનાના ઘરેણાની લુંટ ચલાવ્યાનું બહાર આવ્યું હતું.

વિમલેશકુમારીની હત્યા અને લૂંટ ગુનામાં સંડોવાયેલા નિલય ઉર્ફે નિલેશ મહેતાને આશરો દેવાના અને મદદગારી કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.

છ શખ્સો સામેના હત્યા અને લૂંટ કેસની અધિક સેશન્સ જજ એચ.એન.પવારની કોર્ટમાં સુનાવણી  શરૂ થઇ હતી. સાયોગીક પુરાવાનો કેસ હોવાનું અને જોડતી કડી પુરવા કરે છે. સુનાવણીમાં કુલ ૩૩ સાહેદની જુબાની લીધી છે. ૬૩ દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા. અદાલત સાંજે કેસનો ચુકોદો જાહેર કરનાર છે.

નિલય મહેતાએ વૃધ્ધા સહિત ચાર હત્યા કરી :હત્યા અને લૂંટના ૨૯ ગુનામાં પૈકી બે હત્યામાં સજા પડી’તી

આમ્રપાલી સિનેમા પાસેના રેલવે ફાટક નજીક પંચ રત્ન એપાર્ટમેન્ટમાં રહેતી વણિક વૃધ્ધા વિમલેશકુમારીની હત્યા કરી લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા નિલેશ ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતાએ સામે હત્યા અને લૂંટના ૨૯ ગુના નોંધાયા છે.

ચોટીલા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં બે હત્યા કરી છે. ચોટીલાના હત્યા કેસમાં તકસીરવાન ઠરેલા નિલય મહેતાને ૧૫ ઓગસ્ટ નિમિતે સજા માફીનો લાભ મળ્યો હતો જ્યારે રાજકોટની હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહ્યો હતો તે દરમિયાન પેરોલ પર છુટી વિમલેશકુમારીની હત્યા કરી લૂંટ ચલાવ્યાનું પોલીસમાં બહાર આવ્યું છે.

નિલય મહેતા હાઇ-વે પર પોતાના વાહનમાં રાહદારીને લીફટ આપી નજીવી રકમની લૂંટ માટે હત્યા કરતો હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.