Abtak Media Google News

મુંબઈની ભાગદોડ વાળી લાઈફ અને ફિલ્મોની શૂટિંગ અને પ્રચારની આપધાપીથી દૂર ગોલ્ડન ટેમ્પલ પહોચ્યા બૉલીવુડના ખિલાડી કુમાર. અક્ષય કુમાર અહી આવીને એક સ્વપ્ન જેવી મહેસુસ કરી રહ્યા છે. અક્ષયે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આરકે તસવીર શેર કરતાં લખ્યું હતું કે સ્વર્ણ મંદિર આવવાનો અને ગુરુબાની સાંભળવાનો મોકો મળ્યો. દિમાગમાં એક જ શબ્દ આવી રહ્યો છે સ્વપ્ન.

આ તસવીરમાં અક્ષય રાતના સમયે સરોવર સાથે બેઠા છે અને સુંદર રીતે સ્વર્ણ મંદિરની તરફ જોઈ રહ્યા છે. રૂસ્ટમ અને ટોઇલેટ: એક પ્રેમ કથાની સફળતા હાસિલ કરી ચૂકેલ અભિનેતા જલ્દી જ ધ ગ્રેટ ઇંડિયન લાફ્ટર ચેલેન્જ સાથે નાના પરદા પર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.