Abtak Media Google News

સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ અને અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘સરકાર 3’માં કામ કર્યા પછી અમિત સાધ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં કામ કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ફિલ્મ ભારતના પહેલા ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા અને હોકી લિજેન્ડ બલબીર સિંહના જીવન પર આધારિત છે. જેમાં લીડ રોલ અક્ષય કુમાર પ્લે કરશે. એક અંગ્રેજી ન્યૂઝપેપર સાથે થયેલી વાતચીતમાં અમિત સાધે જણાવ્યું હતું કે તે અક્ષય કુમારનો સૌથી મોટો ફેન છે. આથી જ તેની સાથે કામ કરવા અંગે ખૂબ ઉત્સાહિત છે. અમિતે જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે તે યુવરાજ વાલ્મીકી (ભારતીય હોકી ટીમના સ્ટ્રાઇકર) અને ઓસ્ટ્રેલિયન કોચ માઇકલ નોબ્સથી ટ્રેનિંગ લઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.