Abtak Media Google News

અક્ષય કુમારે આ વર્ષે ‘પૈડમૈન’ જેવી સુપરહિટ ફિલ્મ રીલીઝ કર્યા પછી પોતાની આવનારી નવી ફિલ્મ ‘કેસરી’ના શૂટિંગમાં વ્યસ્ત થયા હતા. થોડા સમય પહેલા તેમણે ફિલ્મના સેટ પર પોતાની તાજી તસ્વીરો સોસિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. હાલમાં જ અમને આ ફિલ્મથી જોડાયેલી એક તજી ખબર મળી છે, આ ખબર અનુશાર ફિલ્મ ‘કેસરી’નું શૂટિંગ હાલમાં બંધ રાખવામાં આવ્યું છે. હકીકતમાં ફિલ્મ ‘કેસરી’ના સેટ પર ભયંકર આગ લાગવાના કારણ થી આ આ ફિલ્મનો આખો સેટ બળીને ખાખ થયો હતો. પરંતુ આ દૂરઘટનામાં કોઈને ઇજા પહોચી ન હતી.

એક ખબર મુજબ જાણવા મળ્યું છે કે ફિલ્મ ‘કેસરી’નો એક સીન શુટ થઈ રહ્યો હતો આ શૂટમાં ફટાકડા ફોડવાના હતા. આ ફટાકડા ફોડતી વખતે આ આગ લાગી હતી. આ સીન દરમ્યાન એક ભૂલ થઇ હતી જેના લીધે ફિલ્મ ‘કેસરી’નો આખો સેટ બળીને ખાખ થાય ગયો હતો. જ્યારે આ સેટ આગની ઝપટમાં ખાખ થય રહ્યો હતો ત્યારે અક્ષય ખુમાર ત્યાં હાજર પણ ન હતા. આ દરમ્યાન અક્ષય કુમાર ફિલ્મ માટે સિન્સ શુટ કરવા માટે પોતાના લોકેશન પર જવા રવાના થયા હતા. જાણવા મળી રહ્યું છે કે જ્યાં ફિલ્મ ‘કેસરી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાં હજી 10 દિવસ નું શૂટિંગ કરવાનું  બાકી હતું. પરંતુ આ શૂટિંગ પૂરું થાય તે પહેલા જ આ ફિલ્મનો સેટ આગમાં બળીને ખાખ થયો હતો.

Kesari-2
kesari-2

હવે આ સેટ પાછો ઊભો કરવો ખુબજ કઠિન છે અને આ સેટ ઊભો કરવામાં ઘણો લાંબો સમય લાગી સકે છે આ ઉપરાંત તેને ઊભો કરવામાં પૈસાની બાબતે પણ ખર્ચાળ સાબિત થય સકે છે. આ ફિલ્મના નિર્માતા ઉપર અત્યારે ચિંતાના વાદળો છવાય ગયા છે. ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે હોળીના તહેવારમાં રીલીઝ થવાની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.