Abtak Media Google News

હાઇકોર્ટ જસ્ટીશ ડો.અશોકકુમાર જોષીએ રિપોર્ટેબલ ચુકાદો આપ્યો

ઠેબચડાની ૫૮ એકર ખેતીની જમીન ગણોતધારા હેઠળ મુળ ખાતેદારને સોપવાના થયેલા હુકમ બાદ કોળી જુથ્થ સુપ્રીમ કોર્ટ સુધી પરાજીત થઇ જમીનનો કબ્જો ધરાર મેળવવા દેશની વડી અદાલતના હુકમનું ઉલ્લંઘન કરી હત્યા કરવાના ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા અક્ષિત છાયા દ્વારા હાઇકોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજીને હાઇકોર્ટના જસ્ટીશ ડો.અશોકુમાર જોષીએ નામંજુર કરતો રિપોટેબલ ચુકાદો આપ્યો છે. હત્યા સમયે અક્ષિત છાયાની હાજરી ન હોવા છતાં તે સમગ્ર ઘટનાનો મુખ્ય કાવતરાખોર ગણવામાં આવ્યો છે. અને પોતાના આર્થિક ફાયદા માટે સુપ્રીમ કોર્ટના હુકમનો વારંવાર અનાદર કરી હત્યા માટે કાવતરૂ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યાનું મહત્વના ચુકાદા દ્વારા જાહેર કરાયું છે.

અક્ષિત છાયાની જામીન પર છુટવાની અરજી સામે સુપ્રીમ કોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી ડી.એન.રે, હાઇકોર્ટના સરકારી વકીલ એચ.કે.પટેલ, હાઇકોર્ટના પ્રખ્ખર એડવોકેટ વીકીભાઇ મહેતા, રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, ભરતભાઇ સોમાણી, મનિષભાઇ પાટડીયા, અજીતભાઇ પરમાર તેમજ સ્પેશ્યલ પીપી અનિલભાઇ દેસાઇએ કાયદાકીય લડત આપી અક્ષિત છાયાની જામીન પર છુટવાની અરજી નામંજુર કરવા ધારદાર દલિલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ એડવોકેટ ડી.એન.રે દ્વારા આ કેસમાં ર્વ્ચયુલ દલિલ કરી હતી. તેઓએ આ કેસ ગણો જુનો છે. વર્ષ ૨૦૧૫થી પોતે આ કેસ લડતા હોવાનું કહી ફરિયાદ પક્ષ તરફથી રોકાયા હોવાનું જણાવ્યું છે. ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ લખધિરસિંહ જાડેજાનું મર્ડર થયું છે. ત્યારે આ કેસના પોલીસ તપાસના કાગળ જોતા મુખ્ય સુત્રધાર તરીકે અક્ષિત છાયા પડદા પાછળનો કાવતરાખોર તરીકે ઉપસી રહ્યો છે.

ઠેબચડાના ગરાસીયા પરિવારને ૫૮ એકર ખેતીની જમીન ગણોતધારા મુજબ પરત કરવાના હુકમ સામે સુપ્રીમ કોર્ટ સુધી પહોચેલી સિવિલ મેટરના સંદર્ભે જ લખધિરસિંહ જાડેજાની હત્યા થઇ છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા મુળ ખાતેદારને જમીન પરત સોપવાના કરેલા હુકમ સામે કોળી જુથ્થ દ્વારા ખેતરમાં ઉભા પાકની ઉપજ લીધા બાદ પરત સોપવાનું અન્ડરટેકીગ આપ્યું હતું. તે દરમિયાન અક્ષિત છાયાએ અન્ડરટેકીગનાના પાંચ જ દિવસ બાદ પોતાના પુત્રવધુ મિનલ ધુવીલ છાયાના નામે રૂા.૨.૭૭ કરોડમાં ખરીદ કર્યાનો દસ્તાવેજ તૈયાર કરે છે. જે જમીન મુળ ખાતેદારને પરત સોપવાની છે તે જમીનનો વેચાણ દસ્તાવેજ કરીને સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરવાનો પ્રથમથી જ ઇરાદો સામે આવે છે એટલું જ નહી સુપ્રીમ કોર્ટના હુકમનું વારંવાર ઉલ્લંઘક કરવામાં આવી રહ્યું છે.

કોળી જુથ્થ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપેલા અન્ડરટેકીંગમાંથી મુક્તિ આપવા માટે ફેબ્રુઆરી ૨૦૧૫માં અરજી આપી હતી તે અરજી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી. ગરાસીયા પરિવાર દ્વારા પોતાના હક્કની જમીન પરત મેળવવા સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૬માં અન્ડરટેકીંગનો અમલ કરવા માટે દાદ માગી ક્ધટેમ્પટ અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી ચાલી જતા દેશની વડી અદાલત દ્વારા ઠેબચડાના કોળી જુથ્થ સામે વોરન્ટ ઇસ્યુ કરી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો ત્યારે પણ તેઓએ જમીનનો કબ્જો સોપવાની ખાતરી આપ્યા બાદ જામીન મુક્ત થયા હતા.

આ સિવિલ કેસના સંદર્ભે જ ઠેબચડાના લખધિરસિંહ જાડેજાનું તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ હત્યા થઇ છે. જેમાં કુલ ૨૧ શખ્સોની સંડોવણી છે. અને તેમાં મુખ્ય કાવતરાખોર સુત્રધાર અક્ષિત છાયા સામે એફઆઇઆર અને ચાર્જશીટનો અભ્યાસ કરતા પુરતા પુરાવા જોવા મળ્યા હોવાનું સુપ્રીમ કોર્ટના એડવોકેટ ડી.એન.રેએ જણાવી ઉરોકત તમામ વિગતો અને સત્ય હક્કીકત હાઇકોર્ટ સમક્ષ રજુ કરી જામીન અરજી રદ કરવા માટે ધારદાર દલિલ કરી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૫માં કોળી જુથ્થોને ઠેબચડાની જમીનમાં પગ ન મુકવા માટેનો સ્પષ્ટ ચુકાદો આપ્યો હોવા છતાં કોળી જુથ્થ દ્વારા કોર્ટના હુકમનો અનાદર કર્યો છે કોર્ટના હુકમનો અનાદર કરવા માટે અક્ષિત છાયાએ કોળી જુથ્થને વારંવાર પ્રેરિત કર્યાના પણ પુરાવા પોલીસ તપાસમાં સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના હુકમને આ રીતે ફાડીને ગટરમાં ફેકી ન શકાય તેમ એડવોકેટ ડી.એન.રે દ્વારા દલિલ કરી અક્ષિત છાયા સામે પણ સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કર્યાનો આરોપ લગાવવામાં આવશે તેમ કહી સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરવા માટે જાનથી મારી નાખો તેનાથી વધુ ગંભીર ગુનો અન્ય કોઇ ન હોય શકે અક્ષિત છાયાને હાઇકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ જામીન ન મળવા જોઇએ તેમ જણાવ્યું છે.

આ કેસમાં હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી વીકીભાઇ મહેતાએ આ કેસમાં કુલ ૨૧ શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેમાં ઘટના સ્થળેથી ૧૨ શખ્સોની હાજરી અને તે સમયે જ ધરપકડ કરવામાં આવી છે. અન્ય શખ્સો હત્યાના કાવતરામાં સંડોવાયા છે. તમામ સામે પ્રથમ દર્શનિય કેસ છે. તમામ સામે ગંભીર ગુનો ગણાય તેવી દલિલ કરી હતી. આ કેસમાં એક શખ્સના હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ હાલના અરજદાર એટલે કે અક્ષિત છાયાનો આ કેસમાં રોલ અલગ છે. તે મુખ્ય કાવતરા જેથી તેને પેરિટીનો લાભ મળવો ન જોઇ અક્ષિત છાયાના પુત્રવધુના નામે થયેલા દસ્તાવેજી પુરાવા પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. આ કેસના સાહેદોના નિવેદનમાં પણ અક્ષિત છાયા વારંવાર કોળી જુથ્થને મળતો હતો અને હત્યા માટે ઉશ્કેરતો હતો. આ કેસમાં મારાથી જેટલા ધોળા થાય એટલા કરીશ, સમાધાન ન થાય તો એક-બેને ઓછા કરવા પડે તો કરી નાખીશું તેવો સાહેદોના નિવેદનમાં ઉલ્લેખ કરાયો છે. પોતાના આર્થિક લાભ માટે હત્યા સુધી જવાની ઘટનાને અતિ ગંભીર ગણાવી અક્ષિત છાયાએ પોતે વકીલ હોવાનો કોઇ પુરાવો કોર્ટમાં રજુ કર્યો નથી તેમજ પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું નથી તેમ છતાં તેને કોળી જુથ્થને જમીન પરત અપાવવા ભ્રમ બતાવ્યો હોવાની દલિલ કરી છે. મુળ ફરિયાદી હરદેવસિંહ જાડેજાના એડવોકેટ રૂપરાજસિંહ પરમારે આ કેસ બાબતે જણાવ્યું હતું કે, કોળી જુથ્થ દ્વારા ગેર કાયદે મંડળી રચી દરબારો પર ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો ત્યારે દરબારો પોતાની જમીન પર હાજર હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા લખધિરસિંહ જાડેજાનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હોવાથી પોલીસે તે સમયે જ એક સાથે ૧૨ શખ્સોની ધરપકડ કરી છે. અને અન્ય ૯ શખ્સો સામે કાવતરાનો ચાર્જ લગાવ્યો છે. અક્ષિત છાયાની જામીન અરજી નામંજુર કરતો હાઇકોર્ટનો ચુકાદો ખરેખર રિપોટેબલ છે. ૧૬ પાનાના વિસ્તૃત ચુકાદો આપ્યો છે. જામીન અરજી તેના ગુણદોષ પર નામંજુર કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા આ કેસના તમામ મુદાને ધ્યાને લીધા બાદ મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ કેસમાં પ્રથમથી જ એડવોકેટ તરીકે સક્રીય રહેલા એડવોકેટ મનિષભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ એવા અન્ડરટેકીંગ આપ્યા છે કે, જમીનના કબ્જામાં તેઓ વચ્ચે નહી પડે તેમ છતાં મામલતદાર દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ કરાવવા કબ્જો અપાવવાની કરેલી કાર્યવાહી દરમિયાન તેઓ દ્વારા વિક્ષેપ કરેલો છે અને ઘટના હત્યા સુધી પહોચી તે અત્યંત ગંભીર ગણાવી છે. તેમજ કોળી જુથ્થ દ્વારા પોલીસની હાજરીમાં લખધિરસિંહ જાડેજાની થયેલી હત્યાના મુખ્ય કાવતરાખોર અક્ષિત છાયાના જામીન હાઇકોર્ટ દ્વારા નામંજુર કરાયા છે.

મુખ્ય કાવતરાખોર અક્ષિત છાયાની હત્યા સમયે હાજરી ન હોવાથી ગુનાની ગંભીરતા ઓછી ન ગણાય: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ડી.એન.રે

Img 20200818 Wa0002 1

 

સુપ્રીમ કોર્ટના હુકમનું વારંવાર ઉલ્લંઘન કરી પોતાના આર્થિક ફાયદા માટે હત્યા સુધી ગુનો આચરવો ગંભીર બાબત: હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી વીકીભાઇ મહેતા

Camscanner 08 18 2020 08

 

હત્યા કેસમાં ગુણદોષ જોઇ હાઈકોર્ટ દ્વારા ૧૬ પેઇજનો જામીન અરજીનો વિસ્તૃત ચુકાદો આપ્યો: વકીલ રૂપરાજસિંહ પરમાર

Img 20200819 Wa0110

હાઇકોર્ટે તમામ મુદાને ધ્યાને લઇ અક્ષિત કદમકાંત છાયાની જામીન અરજી ફગાવી: એડવોકેટ મનિષભાઇ પાટડીયા

Img 20200819 Wa0113

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.