Abtak Media Google News

ઇંધણ પરનું આયાત ભારણ ઘટાડવા વૈશ્ર્વિક સંસ્થા ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સનો ભારત પર વિશ્ર્વાસ

Algae Fuel In A Beaker

નેશનલ ન્યૂઝ

ભારત ઇંધણ પરનું ધારણ ઘટાડવા માટે મહેનત કરી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સંસ્થા ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સને આશાવાદ છે કે, ભારત આવનારા દિવસોમાં સેવાડનો મહત્તમ ઉપયોગ કરી ઇંધણની સાથે પ્રદૂષણ મુક્તિ માટે મહત્વનો ભાગ ભજવશે. અત્યારે ભારત પેટ્રોલમાં ઇથેનોલનું ઉપયોગ કરી પ્રદૂષણ ઓછું કરવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે વર્ષ 2070 સુધીમાં ઝીરો કાર્બનના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે અને જેના ભાગરૂપે દરિયાઈ સેવાળનો ઉપયોગ ઇંધણ ઉત્પાદન માટે કરાશે. વૈશ્વિક સંસ્થા ગ્લોબલ બાયોફ્યુલ એલાઇન્સ ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકારનો ઇથેનોલ બ્લેન્ડર પ્રોગ્રામ વર્ષ 2025 માં 45,000 કરોડ રૂપિયાની બચત તેલના આયાતમાંથી કરશે જે દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.

ઇથેનોલ ઉત્પાદન કરતો ત્રીજો મોટો દેશ છે જે દેશની આર્થ વ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ છે જેમાં હવે ક્ષારનો ઉપયોગ પણ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવશે જેને લઈને હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાસે વિશાળ દરિયાઈ સ્રોત છે અને તેમાં ઉભું થતું શેવાળ નો ઉપયોગ કરી દેશમાં ઇંધણ અને પ્રદૂષણ મુક્તિ માટેનો એક નવો રસ્તો શોધવામાં આવ્યો છે જેની અમલવારી પણ આવનારા દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે. સરકાર ઇથેનોલ બનાવવા માટે અનેકવિધ ખાદ્ય સામગ્રી ની સાથોસાથ જંગલમાં જે એકત્રિત થયેલો કચરો હોય તેનો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે હવે દરિયાઈ સેવાડનો વિકલ્પ મળતા આ કાર્ય હવે સફળતાપૂર્વક પાર કરવામાં આવશે અને ઇંધણ પરનું આયાત ઘટાડાશે. વિશ્વ વર્ષ 2070 સુધીમાં ઝીરો કાર્બન ના લક્ષ્યાંક ને સિદ્ધ કરવા માટે કાર્ય કરી રહ્યું છે અને તેના ભાગરૂપે ભારતનું આ એક નવતર પગલું ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

ફ્યુલના નિર્માણ માટે અત્યારે સરકારે ખોરાક ઉત્પાદન કરતા વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ ટેકનોલોજી અપગ્રેડ થતાં સરકાર સૂકી ઘાસ ,શેરડીનો કુચો તથા વન્ય વિસ્તારમાં ફૂલ છોડના કચરાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે હવે દિનપ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ વધતા સરકાર હવે શેવાળ મારફતે ઇથેનોલ બનાવવા માટેનું કાર્ય કરશે અને ત્યારબાદ સરકારનો લક્ષ્યાંક છે કે ઇથેનોલ ઉત્પાદન સોલાર અને ઇલેક્ટ્રો માધ્યમથી કરવામાં આવે.

Aheval

વર્ષ 2025 સુધીમાં ઇથેનોલ ઉત્પાદન 13.5 બિલિયન લિટરે પહોંચાડવાનો લક્ષ્ય

સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને જેમાં અત્યારે 10 ટકા ઇથેનોલ મેળવવા માટેની પરવાનગી મળેલી છે જે આવનારા દિવસોમાં આ આંકડો 20 ટકા સુધી પહોંચાડવામાં આવશે ત્યારે વર્ષ 2025 માં સરકારે 13.5 બિલિયન લીટર ઇથેનોલ નું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે જેમાંથી 6.8 બિલિયન લીટર ખાનસરી અને 6.6 બિલિયન લીટર અનાજમાંથી ઊભું કરાશે. સરકાર જે રીતે શેવાળનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે તેમાં દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત હશે અને આયાત ભારણ પણ ઘટશે.

દરિયાઈ શેવાળ એકત્રિત કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ હાથ ધરાશે

ઇથેનોલ નું ઉત્પાદન અનેકવિધ વસ્તુઓ માંથી થઈ શકે છે ત્યારે દરિયાઈ સેવાડ પૂરતી માત્રામાં હોવાથી સરકારને ઓછા ખર્ચે ઇથેનોલ ઉત્પાદન સક્ય બને તે માટે અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરી દરિયાઈ સેવાળને એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

શેરડીનું ઉત્પાદન વધારવા ખેડુતોને પ્રોત્સાહિત કરાશે

પેટ્રોલમાં જે રીતે ઇથેનોલ બ્લડિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે ભારત ઇથેનોલ મુખ્યત્વે શેરડી માંથી ઊભું કરી રહ્યું છે ત્યારે સરકારે શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિચાર કર્યો છે તે મુજબ નું આયોજન પણ હાલ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્પાદન કરતા ખેડૂતોને સમયસર નાણા મળી રહે એટલું જ નહીં ખાંડસરી નું ઉત્પાદન કરતા સુગર મિલોને પેમેન્ટ ખૂબ ઓછા સમયમાં મળે તે માટે સરકારે એક વ્યવસ્થા પણ ઊભી કરી છે જેથી વધુને વધુ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે અને તેમાંથી પૂરતી માત્રામાં ઇથેનોલ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.