Abtak Media Google News

વોર્ડ નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.3ના પ્રમુખ હેમુભાઇ પરમાર, વોર્ડ નં.10ના પ્રમુખ રજની ગોલ, વોર્ડ નં.13ના પ્રમુખ કેતન વાછાણી અને વોર્ડ નં.18ના પ્રમુખ શૈલેષભાઇ બુસાને રિપીટ કરાયા: જ્યારે અન્ય 13 વોર્ડમાં નવા ચહેરાને સંગઠનની જવાબદારી

રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશી દ્વારા આજે શહેરના તમામ 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 18 વોર્ડ પૈકી વોર્ડ નં.2, વોર્ડ નં.3, વોર્ડ નં.10, વોર્ડ નં.13 અને વોર્ડ નં.18ના પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ વિનોદભાઇ ચાવડા, શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની તથા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ તમામ 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓના નામની ઘોષણા કરવામાં આવી છે. વોર્ડ નં.1ના પ્રમુખ તરીકે કાનાભાઇ ખાણધર, મહામંત્રી તરીકે નાગજીભાઇ વરૂ અને ગૌરવભાઇ મહેતા, વોર્ડ નં.2ના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ જ્યારે મહામંત્રી તરીકે કૌશિક અઢીયા અને ભાવેશ ટોયટા, વોર્ડ નં.3ના પ્રમુખ તરીકે હેમુભાઇ પરમાર જ્યારે મહામંત્રી તરીકે અભય નાંઢા અને હેમંત અમૃતીયા, વોર્ડ નં.4ના પ્રમુખ તરીકે કાનાભાઇ ડેડૈયા જ્યારે મહામંત્રી તરીકે ભરતભાઇ લીંબાસીયા અને હિતેશ મઢીયા, વોર્ડ નં.5ના પ્રમુખ તરીકે પરેશ લીંબાસીયા જ્યારે મહામંત્રી તરીકે દિનેશ ડાંગર અને મુકેશભાઇ ધનસોતા, વોર્ડ નં.6ના પ્રમુખ તરીકે અંકિત દુધાત્રા જ્યારે મહામંત્રી તરીકે અનિલ ચૌહાણ અને હરેશ ધધુંકીયા, વોર્ડ નં.7ના પ્રમુખ તરીકે કિશોરભાઇ ચાવડા જ્યારે મહામંત્રી તરીકે વિશાલ માંડલીયા તથા દિપક પારેખ, વોર્ડ નં.8ના પ્રમુખ તરીકે જયસુખ મારવીયા જ્યારે મહામંત્રી તરીકે રસિક ડેડાણીયા અને દેવકરણ જોગરાણા, વોર્ડ નં.9ના પ્રમુખ તરીકે જયસુખભાઇ કાથરોટીયા જ્યારે મહામંત્રી તરીકે વિરેન્દ્ર ભટ્ટ અને પ્રવિણ સેંગલીયા, વોર્ડ નં.10ના પ્રમુખ તરીકે રજની ગોલ જ્યારે મહામંત્રી તરીકે મેહુલ નથવાણી અને રત્નદીપસિંહ જાડેજા, વોર્ડ નં.11ના પ્રમુખ તરીકે મહેશભાઇ પીપળીયા જ્યારે મહામંત્રી તરીકે વિનોદભાઇ ઇશોટીયા અને મુળુભાઇ ઓડેદરા, વોર્ડ નં.12ના પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ જાડેજા જ્યારે મહામંત્રી તરીકે ધીરજ મુંગરા અને જયેશ પંડ્યા, વોર્ડ નં.13ના પ્રમુખ તરીકે કેતન વાછાણી જ્યારે મહામંત્રી તરીકે ભરત સવસેટા અને વલ્લભ પટોડીયા, વોર્ડ નં.14ના પ્રમુખ તરીકે મહેશભાઇ મીંયાત્રા જ્યારે મહામંત્રી તરીકે માણસુરભાઇ વાળા અને કેયુરભાઇ મશરૂ, વોર્ડ નં.15ના પ્રમુખ તરીકે મયુરભાઇ વજકાણી જ્યારે મહામંત્રી તરીકે જયવંતસિંહ જાડેજા અને મૌલીક પરમાર, વોર્ડ નં.16ના પ્રમુખ તરીકે રાજેશભાઇ લીલા જ્યારે મહામંત્રી તરીકે હસુભાઇ કાચા અને મનસુખભાઇ પ્રજાપતિ, વોર્ડ નં.17ના પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ જાડેજા જ્યારે મહામંત્રી તરીકે અજયભાઇ જાદવ અને રાજુ નોંધણવદરા જ્યારે વોર્ડ નં.18ના પ્રમુખ તરીકે શૈલેષભાઇ બુસા અને મહામંત્રી તરીકે દિનેશભાઇ ટીડીયા તથા મિતેશભાઇ દાસોટીયાની નિયુક્તી કરવામાં આવી છે. વોર્ડ નં.2, 3, 10, 13 અને 18ના વર્તમાન પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે.

વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓની આ નવનિયુક્ત ટીમ વોર્ડ સંગઠનને વધુ સુદ્રઢ બનાવશે. આ તકે તમામ વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓની આ નવનિયુક્ત ટીમને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજ્યના કેબીનેટમંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોની, સાંસદો મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વીરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.