Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતે આવેલ લાયન્સ ટીમે આપી સેવાયજ્ઞની માહીતી લોકોને લાભ લેવા અપીલ

સારવાર કરતાં સાવચેતી સારી આરોગ્યની જાળવણીમાં રોગ થયા પછી ઉપચાર કરવા કરતા રોગ ન થાય તેની કાળજી જ રાખવી જોઇએ. આવકારા લાયન્સ કલબ રાજકોટના નિરવભાઇ ગેરીયા, મુકેશભાઇ પંચાસરા, શબ્બીરભાઇ લોખંડવાલા, સંજયભાઇ જોશી અને ડોલરભાઇ કોઠારી અને 8 જાન્યુ.ને રવિવારે યોજાનારા સર્વરોગ નિદાન કેમ્પની માહીતી આપતા જણાવેલ કે સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન ના ભાગરુપે લોકો વચ્ચે જઇ તપાસણી દ્વારા છુપા રોગ ડાયાબીટીસ, હ્રદયરોગ જેવી બીમારીઓ શોધી લોકોની લાઇફલાઇન વધારવા ના ભાગરુપે વધુ એક સર્વ નિદાન નું આયોજન કરાયું છે.

વિશ્ર્વ બંધુત્વ અને સેવાની ભાવનાને વરેલી વિશ્ર્વના ર00 થી વધુ દેશોમાં કાર્યરત વિશ્ર્વની મોટી એન.જી.ઓ. લાયન્સ કલબઝ ઇન્ટરનેશનલની પાંખ લાયન્સ કલબ રાજકોટ આવકાર તથા લાયન્સ કલબ સાઉથઓલ (લંડન) ના આર્થિક સહયોગથી તથા જ્ઞાન સૌરભ સ્કુલ તથા આશિર્વાદ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે આગામી તા. 8 ને રવિવારના સવારના 9 થી 1ર સુધી જ્ઞાન સૌરભ સ્કુલ ખાતે વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.શ્રી જ્ઞાન સૌરભ સ્કુલ 40, ફુટ રોડ, મવડી, રાજકોટ ખાતે આગામી તા. 8 ને રવિવારે સવારના 9 થી 1ર સુધી વિના મૂલ્યે ઉપલબ્ધ દવાઓ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ કલબ રાજકોટ આવકાર દ્વારા યોજાનારા આ કેમ્પમાં શહેરના સુપર સ્પેશીયાલીસ્ટ તબીબો વિના મૂલ્યે તપાસ કરશે તથા જરુરીયાત મુજબની ઉપલબ્ધ દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે.

આ કેમ્પમાં સેવાને સમર્પિત  એવા સૌરાષ્ટ્રના નિષ્ણાંત અને નામાંકિત તબીબો માનીત હોસ્પિટલના ો. રોશન મીસ્ત્રી (મગજ, કરોડરજજુ તથા જ્ઞાનતંતુ), આશિર્વાદ હોસ્પિટલ ડો. બીપીન કાનાણી (સ્ત્રી રોગ), ડો. પ્રદીપ મકવાણા ડો. પાર્થ અધેરા (ડાયાબીટીસ  હ્રદય રોગ), ડો. કલ્પેશ રાણપરીયા (હાડકાના નિષ્ણાંત), ડો. કૃતિ પટેલ (દાંતના નિષ્ણાંત) ડીવાઇન ચાઇલ્ડ કેર હોસ્પિટલના ડો. ધર્મેશ ઓઝા (બાળ રોગ), ડો. આશિષ ખંભાયતા (બાળ રોગ), કયોર હોમીયોપેથીક  કલીનીકના ડો. સમીર કાનાણી (ચામડી તથા દરેક પ્રકારના હઠીલા રોગના નિષ્ણાંત) જનરલ પેકટીશ્નર ડો. રાજેશ ખુંટ, પાયલ હોસ્પિટલના ડો. મનાલી સોજીત્રા (સ્ત્રી રોગ) વિગેરે પોતાની ખાસ સેવાઓ આપશે.

આ કેમ્પને સફળ બનાવવા પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર હિતેશ કોઠારી, ભાવનાબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ચેરમેન લા. મુકેશ પંચાસરા, પ્રમુખ લા. નિવર ગેરીયા, સેક્રેટરી લા. શબ્બીર લોખંડવાલા, ટ્રેઝરર સંજય જોશી, લા. ડોલરભાઇ કોઠારી લા. શૈલેષ શાહ, લા હર્ષદઓઝા, લા. મધુભાઇ રાચ્છ, લા. બીપીન મહેતા, લા. સમીર ખીરા વિગેરે જહેમત ઉઠવાી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.