Abtak Media Google News

યોગ્ય રીતે શિક્ષકોની ભરતી અને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તો કાઉન્સિલ ચાલુ વર્ષમાં નવી એન્જિનિયરિંગ કોલેજો આપશે

એન્જિનિયરિંગ કોલેજ અને લઈ ઘણા પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે અને આ કોલેજોની સીટો પણ ખાલી ખમ જોવામાં આવી રહી છે ત્યારે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો યોગ્ય વ્યવસ્થા અને યોગ્ય રીતે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને શિક્ષકોની ભરતી પણ થતી રહેશે તો ચાલુ વર્ષમાં કાઉન્સિલ ગુજરાત રાજ્યને નવી એન્જિનિયરિંગ કોલેજો આપશે. પરંતુ હાલના તબક્કે ઘણી એન્જિનિયરિંગ કોલેજ કરી રહી છે અને તેના કારણે અન્ય કોલેજોને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડી રહ્યો છે જે આવનારા સમયમાં ન થાય તેના માટે કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા ચાલતી એન્જિનિયરિંગ કોલેજોમાં અપૂરતા સ્ટાફના કારણે ઘણી કમ્પ્લેન આવી રહી છે તેને નિવારવા માટે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશનના સચિવ તથા ટેકનિકલ એજ્યુકેશનના ડિરેક્ટરને લેખિત પત્ર લખી આ પ્રશ્ન નિવારવા અંગે સૂચિત કર્યા છે. એ વાતની પણ ગંભીરતા લેવામાં આવી છે અને જણાવ્યું છે કે જો આ તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં આવશે તો ચાલુ વર્ષ 2023-24 દરમિયાન નવી એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરાશે.

હાલના તબક્કે એન્જિનિયરિંગ કોલેજ એટલે કે ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂશનમાં વિવિધ જરૂરિયાતનો અભાવ હોવાના કારણે ઘણા પ્રશ્નો ઉદ્ભવિત થઈ રહ્યા છે તેને પરિપૂર્ણ કરવા ઓલ ઇન્ડિયા કાઉન્સી ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને ડિંગ ડિંગ કરતી એન્જિનિયરિંગ કોલેજો ઉપર રોક લગાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.