Abtak Media Google News

ભારત -પાકિસ્તાન એકજ ગ્રૂપમાં: 31 ઓગસ્ટથી મેદાને જંગ

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને મહિનાઓથી ચાલી રહેલી લડાઈનો અંત આવ્યો છે. એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે, જેની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પરંતુ એશિયા કપના કાર્યક્રમ કરતાં લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે ટુર્નામેન્ટ ક્યાં રમાશે. પાકિસ્તાન ચોક્કસપણે એશિયા કપની યજમાની કરી રહ્યું છે,

Advertisement

પરંતુ ભારત અને તેના ક્રિકેટ બોર્ડનો વિજય થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફરી એકવાર સાબિત કર્યું છે કે વર્લ્ડ ક્રિકેટમાં તેનો કેટલો દબદબો છે.એશિયન ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને મંજૂરી આપી દીધી છે, પરંતુ તેણે ચેમ્પિયનશિપની માત્ર ચાર મેચ જ યોજવાની છે. ફાઈનલ સહિત નવ મેચો શ્રીલંકામાં યોજાશે. જોકે, આ સમગ્ર ટુર્નામેન્ટની યજમાની માત્ર પાકિસ્તાન પાસે હતી. પરંતુ બીસીસીઆઈએ તેનો વિરોધ કર્યો હતો. બીસીસીઆઈ એ કહ્યું હતું કે અમે અમારી ટીમ પાકિસ્તાન નહીં મોકલીએ. ત્યારે પાકિસ્તાને પણ ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તમે નહીં આવો તો અમે પણ ભારત નહીં આવીએ અને આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું.

આ અંગે બંને પક્ષો તરફથી નિવેદનબાજી થઈ હતી. બીસીસીઆઈ ના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઈબ્રિડ મોડલને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ કેટલીક શરતો સાથે. હવે યુએઈના વિકલ્પને હટાવીને શ્રીલંકા ચિત્રમાં પ્રવેશ કરે છે એટલે કે પાકિસ્તાન પાસે એશિયા કપની માત્ર ચાર મેચો જ હશે જ્યારે શ્રીલંકામાં ફાઈનલ સહિત નવ મેચો રમાશે. એશિયા કપના શિડ્યુલની મંજૂરી સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારત આવશે.

ક્યાં ગ્રુપમાં કઈ ટીમ

: ગ્રૂપ 1 :
ભારત
પાકિસ્તાન
નેપાળ

: ગ્રૂપ 2 :
શ્રીલંકા
બાંગ્લાદેશ
અફઘાનિસ્તાન

એશિયા કપમાં બુમરાહ અને ઐયરની વાપસી ટીમને મજબૂતી આપશે

આઇસીસી દ્વારા એશિયા કપ 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. એશિયા કપનું આયોજન 31 ઓગસ્ટથી કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહ્યા છે. એક અહેવાલ મુજબ અય્યર અને બુમરાહ એશિયા કપ માટે ભારતીય ટીમમાં જોડાઈ શકે છે. આ બંનેની તપાસ નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.