Abtak Media Google News

ર ઓકટોમ્બર સુધી સ્વચ્છતાને લઇ વિવિધ કાર્યક્રમો ઉજવાશે

સ્વચ્છતા અભિયાન અંતર્ગત હવે દેશભરમાં સ્વચ્છતા એ જ સેવા નામની ઝુબેશ મોદી સરકાર દ્વારા શરુ કરાઇ છે જેને લઇ દાદરા નગર હવેલી જીલ્લા પંચાયતના આદેશ મુજબ સંઘ પ્રદેશની તમામ પંચાયતોમાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેલવાસની નરોલી પંચાયત ખાતે સરપંચ પ્રિતીબેન દોડીયાની અઘ્યક્ષતામાં કોમ્યુનીટી હોલ નરોલી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં ગ્રામસભા યોજાઇ હતી. ગ્રામસભાની શરુઆત ઉ૫સ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રમોદીની સ્વચ્છતા એ જ સેવા પખવાડીયા ઝુંબેશ અંતર્ગત માહીતી આપવામાં આવી હતી.

જેમાં જણાવાયું હતું કે ૧૫ સપ્ટેમ્બરથી શરુ થયેલી આ ઝુંબેશ ર ઓકટોમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન સેલવાસની તમામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ તકે નરોલી ગામના સરપંચ પ્રીતીબેન ડોડીયા ઉ૫રાતં ઉપસરપંચ નીલેશસિંહ સોલંકી અને જીલ્લા પંચાયતના સભ્યો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉ૫સ્થિત રહ્યા હતા. તો બીજી તરફ રખોલી પંચાયત દ્વારા પણ સ્વચ્છતા એ જ સેવા ના સંદર્ભમાં ગ્રામસભા મળી હતી

જેમાં જીલ્લા પંચાયતના અધયક્ષ રમણભાઇ કાકવા અને સરપંચ ઉપસરપંચ તેમજ જનમેદની ઉમટી પડી હતી. આ ગ્રામસભામાં સ્વચ્છતાના વિવિધ પાસા અને કાર્યક્રમોની રુપરેખા પર ચર્ચા કરાઇ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.