Abtak Media Google News

રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સોનલ ગણેશપરિ ગોસાઈ,કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જે.રાઠોડ અને વ્યાયામ શિક્ષક ભરતસિંહ પરમારે હિમાલયની ગિરિમાળાઓમાં ૨૧,૭૦૦ ફૂટની ઉચાઈએ આવેલી ત્રિશૂલની હાઈ એલટીટ્યુડની જોખમી શિખર સાર કરી ભારતીય તિરંગો લહેરાવ્યો છે.હિમાલયની આવી કઠીન શિખર સર કરનાર સોનલ અને કૃષ્ણસિહ ગુજરત પોલીસના સૌ પ્રથમ પર્વતારોહ્ક બન્યા છે.૪૨ દિવસની કઠીન યાત્રા હિમાચલ પ્રદેશના મેકલોડ ગંજથી પ્રારંભ કર્યો હતો.ત્રિપુટીએ હાર્ડ થીજાવી દે તેવી માઇનસ ૩૦ ડીગ્રી તાપમાનમાં ફાસ્ટેસ્ટ એક્સપિડીશન પૂરું કર્યું હતું.

Advertisement

ત્રણય પર્વતારોહકોને રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિઘ ગેહલોત અને બાન લેબ્સવાળા મૈલેશભાઈ ઉકાણીનો સહયોગ મળ્યો હતો.વ્યાયામ શિક્ષક ભરતસિહ પરમાર સાથે હિમ ગિરિમાળાઓ સર કરનાર સોનલબેન અને કૃષ્ણસિંહની સિદ્ધિની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ,એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાય છે.રાજકોટ પોલીસમેનોને બેઝીક તાલીમ આપી વધુ એક વખત હિમાલયની દુર્ગમ પહાડીઓ સર કરવાની ત્રણેયની ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.