Abtak Media Google News

મફત અપાતી વસ્તુઓ પણ જીએસટીના દાયરામાં આવતી હોવાથી કંપનીઓ ફ્રી વસ્તુઓ બંધ કરવાની દિશામાં

૧લી જુલાઈથી દેશમાં એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટીના ધારા-ધોરણો મુજબ હવે કોઈપણ જાતની ફ્રિ વસ્તુઓ પણ હવે જીએસટીના દાયરામાં આવી જશે. અત્યાર સુધી દેશમાં બાય વન ગેટ વન ફ્રિની સ્કીમો મોટાપાયે બજારમાં આવે છે પણ ધીમી ગતિએ જીએસટી લાગ્યા બાદ હવે નજીકના ભવિષ્યમાં આ સ્કીમો ભૂતકાળ બની જશે અને તમામ ફ્રિ વસ્તુઓ ઉપર જીએસટી લાગશે.

Advertisement

જીએસટી કાઉન્સીલના ફ્રિ વસ્તુઓ ઉપર કર લાદવાના નિર્ણયથી હવે ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓએ નવી યોજનાનું સંશોધન કરવું પડશે. પારલે પ્રોડકટના માર્કેટીંગ હેડ મયંક શાહે કહ્યું હતું કે, ટૂંક સમયમાં બાય વન ગેટ વન ફ્રિની સ્કીમો બંધ કરવા ઉપર વિચારણા થઈ રહી છે. આ નિર્ણયથી વેપારમાં ઘણો ફેર પડશે પણ જીએસટીને ધ્યાને લઈને આ નિર્ણય કરવો જ‚રી હતો.

જો બાય વન ગેટ વન ફ્રિની સ્કીમ જીએસટીમાં પણ યથાવત રાખવામાં આવે તો કંપનીઓને નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે. આ પરિસ્થિતિમાં હવે ટૂંકા ભવિષ્યમાં બાય વન ગેટ વન ફ્રિ જેવી સ્કીમો બંધ થઈ જશે. જીએસટી લાગુ થયા બાદ ડોમીનોઝ પીઝા, પીઝા હટ વગેરેએ બાય વન ગેટ વન ફ્રિની સ્કીમ બંધ કરી છે તો બીજી તરફ સબવેએ આ સ્કીમોમાં ભારે ઘટાડો કરી દીધો છે.

જીએસટી હેઠળ તમામ વસ્તુઓની એક કિંમત નક્કી છે અને તેના ઉપર જીએસટી લાગશે. જીએસટીના નિયમોમાં કયાંય નિ:શુલ્ક વસ્તુઓ ઉપર કર ન લાદવાની જોગવાઈ કરવામાં આવી નથી. આ સ્થિતિમાં હવે કંપનીઓને ગ્રાહકોને આકર્ષવા માટે નવી સ્કીમો બહાર પાડવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.