Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૪માં પદવીદાન સમારોહમાં ૧૪ વિદ્યાશાખાના ૩૬૫૬૪ દીક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ: ૧૩ વિદ્યાશાખાના ૫૭ વિદ્યાર્થીઓને ૭૩ ગોલ્ડ મેડલ એનાયત

પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રખર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા

દીવ કોલેજના વિદ્યાર્થીની સોલંકી ભૂમિકાને બી.એ. સેમ-૩માં સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ, જામનગરની દિક્ષીત પ્રસંશાને થર્ડ એમબીબીએસમાં ૪ ગોલ્ડ મેડલ અને ૩ પ્રાઈઝ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રંગમંચ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫૪મો પદવીદાન સમારોહ આજરોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સન, રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રખર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧૪ વિદ્યા શાખાના ૩૬૫૬૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ૧૩ વિદ્યાશાખાના ૫૭ વિદ્યાર્થીઓને કુલ ૭૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ચુડાસમા અને પ્રખર ભાગવતા ચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું કુલપતિ, ઉપકુલપતિ તેમજ સિન્ડીકેટ સભ્યોએ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચીન્હ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

Mayu7824

રાજ્યના મહામહિમ રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળતા હું ખુબજ આનંદીત છું, દિક્ષા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી ભારત દેશના સારા નાગરિક બને, વિદ્યાર્થીઓ શિક્ષીત હોય ત્યારે પ્રામાણિકતા નિષ્ઠા, ફરજ પાલન, જવાબદારી સહિતના ગુણો મૃત્યુપર્યત જાળવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. રાજ્ય અને દેશની જરૂરીયાત મુજબ અભ્યાસક્રમોમાં ફેરફાર કરતા રહે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ હિન્દુસ્તાનને વિશ્ર્વમાં અગ્રસર રાખશે. વધુમાં તેઓએ જણાવ્યું કે, આજે અતિ આવશ્યક થઈ ગયું છે કે, તમારા જેવા યુવાનો શિક્ષણ મેળવવા ઉપરાંત એક દુદર્શીતા કેળવે કે જેમાં ઉત્તમ માનવીય મુલ્યનો સમાવેશ તો હોય. આજે જ્યારે વિદ્યાર્થીઓ દિક્ષા પ્રાપ્ત કરી રહ્યાં છે ત્યારે માત્ર આ ડિગ્રીનો ઉપયોગ નોકરી વ્યવસાય કે રૂપિયા કમાવવા માટે કરો સાથો સાથ શિક્ષણની સાથે તમે સારા મુલ્યો દ્વારા સમાજને ઉપયોગી બનો તેમ જણાવ્યું હતું.

Mayu7861

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ શિખેલા જ્ઞાનનો પૂર્ણરૂપી સામાજીક ઉપયોગ થાય શિક્ષણ અને કૌશલ્ય મળી રાષ્ટ્રનિર્માણમાં સહાયક બને અને શિક્ષણ એ રાજગારનો સારો થોત બને તે કુબજ જવિદ્યાર્થીરી છે. સાથો સાથ શિક્ષણ મેળવેલો એક વર્ગ સંશોધન કરવા માટે પ્રેરાય અને તેનાથી બહુમુલ્ય પેટર્ન પ્રાપ્ત થાય જે યુવાનોને સ્વાવલંબી બનાવે જેથી તે અન્યને રોજગારી આપી શકે. યુવાનોએ ભારત સરકારને વિવિધ યોજનાઓ જેવી કે રૂસા, મેઈક ઈન ઈન્ડિયા, યોજનાનો મહત્તમ લાભ થાય અને દેશમાં સ્વરોજગારીની તકો ઉભી થાય, ઉચ્ચ શિક્ષણ આયોગ જેવી કે યુજીસી નેકનું એ દાયીત્વ છે કે ભારત વર્ષમાં ઉચ્ચ શિક્ષણને વિશ્ર્વસ્તરીય બનાવવી જોઈએ. દેવવ્રતજીએ યુનિવર્સિટીના વિવિધ આયામો, સંકલ્પો, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટીક મુક્ત કેમ્પસ, વ્યસન મુક્તિ, સ્પોર્ટસ એક્ટિવીટીસ્ટને શિક્ષણ સો વણી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા બદલ યુનિવર્સિટીના કુપલતિ પેાણી અને ઉપકુલપતિ દેસાણીને અભિનંદન પાઠવ્યા હતા.

Vlcsnap 2019 12 07 14H30M44S44

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિર્દ્યાીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્તિ રહેવાનો અવસર પ્રાપ્ત થવા બદલ હું આનંદની લાગણી અનુભવું છું અને સર્વે પદવી પ્રાપ્ત કરનાર દીક્ષાર્થીઓ તથા ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓને હું ખુબ ખુબ અભિનંદન આપું છું. જેમ વેદાંત શબ્દનો ર્અર્થ વેદનો અંત નથી તેમ દિક્ષાંત શબ્દનો અર્થ દિક્ષાનો નથી. દિક્ષાંત એટલે ગુરુજને જે જ્ઞાન આપ્યું જે દિક્ષા ચિંતી, જેમ હાથ દેખાડ્યો તેનો હતો. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે અગત્યનો છે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ઘડવૈયા છે. દેશની ઉન્નત સંસ્કૃતિના રક્ષક છે. તમામ વિદ્યાર્થીઓએ દ્રઢ મનોબળ સોના નિર્ણયમાં તથા ભારતની સ્પષ્ટતા માટે તત્પર રહેવાનું છે અને આગામી નેકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ-પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે તેવી કુલપતિ, ઉપકુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમને શુભકામના પાઠવી છે.

Vlcsnap 2019 12 07 14H36M41S18

પ્રખર ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતમાં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ગુરુકુળો વ્યવસમાં હતા અને દીક્ષાર્થીઓ પોતાના ગુરૂજનોને દક્ષીણા આપતા હતા. આજે આ ૨૧મી સદીના જ્ઞાનના યુગમાં શિક્ષણ માટે વિશ્ર્વ વિદ્યાલયો કાર્યરત છે. આજે શિક્ષણ મેળવ્યા બાદ ગુરૂ દક્ષિણામાં આપણે શું આપીએ છીએ તેનો વિદ્યાર્થીઓએ વિચાર કરવો જોઈએ. ગુરૂ દક્ષિણા એટલે આપણામાં રહેલી કોઈપણ કુટેવ છોડી અને શુટેવમાં સંકલ્પબદ્ધ થવું, સમાજ રાજ્ય, રાષ્ટ્રના કાર્ય માટે વિદ્યાર્થીઓએ શિખેલા જ્ઞાનનો ઉપયોગ કરે તે જ સાચી ગુરુદક્ષિણા છે. અંતમાં પૂ.ભાઈશ્રીએ ગોલ્ડ મેડલ અને દિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીવન પર્યત વિશ્ર્વ વિદ્યાલયમાંથી મળેલ શિક્ષણને યાદ રાખી સફળતાના શિખરો સર કરે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.

આ પદવીદાન સમારોહમાં સિન્ડીકેટ સભ્યો ડો.મેહુલ રૂપાણી, ડો.ભાવીન કોઠારી, ડો.જી.સી.ભીમાણી, ડો.ભરત રામાનુજ, ડો.વિજયભાઈ પટેલ, ડો.ધરમ કાંબલીયા, ડો.અનિરુધ્ધસિંહ પઢીયાર, ડો.વિમલભાઈ પરમાર, ડો.પ્રફુલાબેન રાવલ, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.ભરતભાઈ વેકરીયા તેમજ વિવિધ વિદ્યા શાખાના ડિન, સેનેટ સભ્યો, કોલેજોના આચાર્યો ભવનોના અધ્યક્ષ, શૈક્ષણીક અને બિન શૈક્ષણીક કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પદવી મેળવવા વિર્દ્યાીઓની લાગી લાંબી કતારો

Vlcsnap 2019 12 07 14H37M05S5

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રંગમંચ ભવન ખાતે આયોજીત ૫૪માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓએ પદવી મેળવવા માટે બહાર લાંબી કતારો જોવા મળી હતી. ૫૪માં પદવીદાન સમારોહ પૂર્ણ થતાંની સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પદવી મેળવવા માટે તડકામાં શેકાયા હતા.

જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશો કાર્યક્રમની મજામાં હોય કોઈએ વિદ્યાર્થીઓ તરફ ધ્યાન આપ્યું  ન હતું. પદવી મેળવવા માટે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

સૌથી વધુ ૪ ગોલ્ડ મેડલ મેળવતી સંસ્કૃતની વિદ્યાર્થીની સોલંકી ભૂમિકા

Vlcsnap 2019 12 07 14H37M29S4

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૪માં પદવીદાન સમારોહમાં સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ અને ૮ પ્રાઈઝ મેળવતી સંસ્કૃતની વિદ્યાર્થીની સોલંકી ભૂમિકાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં અહીં સુધી પહોંચવા આક મહેનત કરી છે અને આનો શ્રેય હું મારા મમ્મ-પપ્પા અને બહેન તથા આચાર્યને આપયું છું, માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અન્ય સારા મુલ્યો કેળવીને હું ભવિષ્યમાં મારા સપનાઓ સાકાર કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.