Abtak Media Google News

સૌથી મોટી નિરાશાજનક ક્ષણ એ કે ભારતીય ટીમ ટી-૨૦ વિશ્વ કપના સેમિફાઇનલમાં ન પહોંચી શકી

વિશ્વકપ ટી-20માં ભારતીય ટીમની પ્રથમ બે મેચ ચેહર માં પરિવર્તિત થઈ તેના પગલે ટીમ વિશ્વકપમાંથી બહાર ફેકાઈ ગઈ છે એટલું જ નહીં ટીમના સુકાની વિરાટ કોહલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ આઉટ થઈ ચૂક્યા છે. વિશ્વ કપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમે જે હારનો સામનો કરવો પડ્યો છે તેનાથી એવા સામે આવી કે જે યોગ્ય રીતે આયોજન અને યોગ્ય તેમની પસંદગી થવી જોઇએ તે ખાઈ નથી અને જે જવાબદારી સ્વીકારવામાં આવી જોઈએ સુકાની દ્વારા તે સ્વીકારવામાં પણ વિરાટ કોહલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રી ઉણાં ઉતર્યા હતા.

બીજી તરફ ટીમ સિલેક્શન માં જે નવોદિત ખેલાડીઓ કે જેમને આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું તેમને સ્થાન આપવામાં ન આવતા જે ખેલાડીઓના પર્ફોમન્સ નબળા રહ્યા હતા તેને તક આપવામાં આવી હતી ક્યાંકને ક્યાંક આ મુદ્દો પણ ભારતની હાર માં સૌથી મહત્વપૂર્ણ સાબિત થયો છે.

મેચ બાદ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ટ્વેન્ટી20 વિશ્વકપ ની સફર અત્યંત નિરાશાજનક રહી છે અને એ વાતનો ખેદ છે કે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી શકી નથી ત્યારે હવે કેપ્ટનશીપ છોડવાનો સમય આવ્યો છે અને આવનારા તમામ ફોર્મેટ માં એક સારા ખેલાડી તરીકે પ્રસ્થાપિત થઈ ભારતીય ટીમને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવામાં આવશે.

વધુમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ પાસે અનેક એવા યુવા અને નવોદિત ખેલાડીઓ છે કે જે ભારતીય ટીમને ઉચ્ચ શિખર સુધી પહોંચાડશે ત્યારે તેની છ થી સાત વર્ષની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ અનેક શિખરો સર કર્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય કોઈપણ મોટી ટ્રોફી ભારતને જીતાડવામાં સફળ નીવડ્યો નથી. તેને ઉમેર્યું હતું કે કેપ્ટન્સી છોડ્યા બાદ તે પોતાના ફોર્મ ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને પોતાની કળાને નિખારશે.

નામિબિયા સામે જીત સાથે જ ભારતીય ટીમની ટી-20 વિશ્વકપની સફરનો અંત આવ્યો

ભારતીય ક્રિકેટ ટીમ નો છેલ્લો મેચ નામિબિયા સામે રમાયો હતો જેમાં ભારતે નવ વિકેટે જીત હાસિલ કરી સન્માન બે વિશ્વકપમાંથી વિદાય લીધી હતી. નામિબિયા દ્વારા આપવામાં આવેલા 133 રનના લક્ષ્યાંક નો પીછો કરતાં ભારતીય ટીમે 15.2 માં જ ૧૩૬ રનની કરી ટીમને વિજય અપાવ્યો હતો.

ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને કે.એલ રાહુલ સારી રમત રમી ટીમને વિજય અપાવવામાં મદદરૂપ સાબિત થયા હતા. જો સીટી ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નામે બીજાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે વિપક્ષી તે ૮ વિકેટ ગુમાવી 132 રન જ બનાવી શકી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.