Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે 10 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે પ્રચાર-પ્રસારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો નિત નવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પ્રચારની સાથેસાથે રોડ ખોદવાનું કામ પણ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

જેના કારણે મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેસ કંપની અને ઓપ્ટીકલ ફાઇબરના વાયર બિછાવવાના કામ માટે રજપુતપરા, યાજ્ઞિક રોડ અને જાગનાથ વિસ્તારોમાં રોડ આડેધડ ખોદી નાંખવામાં આવ્યા છે. જેનાથી સ્થાનિક લોકો સાથે વાહન ચાલકોએ પણ ભારે હાડમારી વેઠવી પડે છે. રોડ પરના ખાડા કોના મતમાં ખાડા પાડશે તે હવે સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.