Abtak Media Google News

સિવિલ કેસમાં કોઈની ધરપક્કડ અથવા અટકાયત ન કરવા, નાણાકીય વર્ષ 2024માં મૂડી ખર્ચ 3.4 ટકા સુધી વધારવાની પણ ભલામણ

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર વિવિધ વિકાસલક્ષી પગલાઓ લઇ રહ્યું છે . એટલુંજ નહીં વિવિધ સંસ્થા ઉદ્યોગો પણ સરકારને પોતાના ક્ષેત્રમાં બદલાવ લાવવા રજૂઆત અને ભલામણ કરી રહ્યું છે. હાલ ભારત દેશની અર્થવ્યવસ્થા શુચારુ રૂપથી આગળ વધી રહી છે. ત્યારે આગામી બજેટને ધ્યાને લઇ અત્યારથી જ સીઆઇઆઈ એટલે કે ક્ધફ્રેન્ડ્રેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તા સરકારને વિવિધ રજૂઆતો અને માંગ કરવામાં આવી છે જેને અનુસરવાથી ઘણા ખરા ફાયદાઓ દેશની અર્થવ્યવસ્થાને પહોંચશે તેવું અનુમાન અને તેવી શક્યતા સેવાઈ રહી છે.

સીઆઈઆઈ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે,સરકાર દ્વારા જે ઇન્કમટેક્સના દર વ્યક્તિઓ માટે નક્કી કરવામાં આવ્યા છે તેમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં જીએસટીના નિયમોમાં પણ ફેરફાર કરવાની હવે તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સાથોસાથ કેપિટલ ગેઇન ટેક્સના દરમાં પણ વિચાર કરવો જરૂરી છે. જીએસટી કાયદામાં અનેકવિધ પ્રવિધાનો હોવાના કારણે જે કરચોરી સામે આવતી હોય તેમાંથી ઘણી ખરી રીતે વ્યાપારી બચી જતા હોય છે ત્યારે ચેમ્બરે આ નિયમોમાં પણ ફેરફાર લાવવા જણાવ્યું છે. સીઆઈઆઈએ કારને એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે પર્સનલ ઇન્કમટેક્સના દર છે તેને ઘટાડવામાં આવે સાથોસાથ કોર્પોરેટ ટેક્સના દરને યથાવત આ રખાય જેથી ચેક કર માળખું છે તે યોગ્ય રીતે આગળ ચાલી શકે. હાલ ઉદ્યોગોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે રીતે અર્થ વ્યવસ્થા બેઠી થઈ રહી છે તેને ધ્યાને લઇ હવે ઉદ્યોગોની સ્થિતિમાં પણ સુધારો આવે માટે વિવિધ વિકાસલક્ષી પગલાંઓ લેવા ખૂબ જ જરૂરી છે અને જીડીપીમાં પણ વધારો થાય તે માટે સરકારે વિવિધ ક્ષેત્રોને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અને હકારાત્મક પગલાં લેવા અનિવાર્ય છે. તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સીઆઇઆઇ ચેમ્બરનું માનવું છે અને અનુમાન પણ લગાવવામાં આવ્યું છે કે જીડીપી ઉપરની નાણાકીય ખાધ વર્ષ 2024માં 6 ટકા રહેશે અને વર્ષ 2026 માં 4.50 ટકા સુધી જોવા મળશે. વડાપ્રધાન મોદીનું ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન જે છે તેને સાકાર કરવા માટે અનેકવિધ ક્ષેત્રે નવા બદલાવ લાવવા ખૂબ જ જરૂરી છે પછી તે આવકવેરા વિભાગ હોય જીએસટી વિભાગ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર હોય.

બિનપરંપરાગત ઉર્જા ભંડાળ માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જરૂરી

દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ઊર્જાનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે બિન પરંપરાગત ઉર્જા ભંડારના જથ્થાને વધુ મેળવવા માટે ઇન્ટ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અનિવાર્ય છે. એટલું જ નહીં ગતિ શક્તિ યોજના ની સાથોસાથ રેલવે, પોર્ટ અને રોડને વિકસિત કરવા એટલા જ જરૂરી છે. આ વાતને ધ્યાને લઈ સરકાર વધુને વધુ બિન પરંપરાગત ઉર્જા ભંડાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

અર્થવ્યવસ્થાને બેઠી કરવા ખાનગી રોકાણો સાથે લોકભાગીદારી પણ જરૂરી

દેશની અર્થવ્યવસ્થા ને સુદ્રઢ બનાવવા માટે ખાનગી રોકાણકારો ખૂબ મોટા પ્રમાણમાં પોતાના રોકાણો કરી રહ્યા છે પરંતુ હવે સાથોસાથ પીપીપી મોડેલ એટલે કે લોક ભાગીદારી પણ એટલી જ અનિવાર્ય છે ત્યારે પીપીપી યોજનાઓમાં ખાનગી રોકાણકારો પણ સહભાગી બને એ એટલુંજ જરૂરી છે. જેના માટે સરકારે 10 હજાર કરોડનું જંગી રોકાણ કર્યુ છે. એટલુંજ નહીં 28 ટકા જીએસટી દરમાં આવતી ડ્યુરેબલ ચીજોને અન્ય દરમાં સમાવવા પણ ભલામણ કરવામાં આવી છે.

નિકાસને વેગવંતુ બનાવવા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવું જરૂરી

ભારત હાલ નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ત્યારે યોગ્ય નિકાસ માટે પૂરતું ઉત્પાદન કરવું પણ એટલુંજ જરૂરી છે. જેના માટે સરકાર ઉત્પાદનને વધુ ને વધુ પ્રોત્સાહિત કરી રહ્યું છે. ઉત્પાદનમાં વધારો કરવાની સાથે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે પણ સત્તત પ્રયત્નશીલ છે. વધારો થશે તો આપોઆપ નિકાસ વધશે અને દેશની અર્થવ્યવસ્થા વિકસિત થશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા માટે રોજગારી ઉભી કરવી અનિવાર્ય

પણ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાતી જરૂરિયાત રહેતી હોય છે પરંતુ સામે જો રોજગારી પણ ઊભી કરવામાં આવે તો આ મુદ્દો ખૂબ સરળ બની જતો હોય છે. વધુને વધુ રોજગારીનું ઉત્સર્જન કરવાથી જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થવું જોઈએ તે સરળ બની જતું હોય છે. વિવિધ ક્ષેત્રેમાં હાલ રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે જે અર્થવ્યવસ્થાને બેઠી કરવા ખુબજ જરૂરી છે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત કરવા ક્રેડિટ લિંક સ્કીમને ટેકનોલોજી માટે વધુ ઉપયોગ કરવો જરૂરી

સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગને વિકસિત કરવા ક્રેડિટ લિંક સ્કીમને અમલી બનાવી છે. ત્યારે આ સ્કીમનો વધુ લાભ મળે તે માટે તેનો ઉપયોગ ટેકનોલોજીના વિકાસ માટે કરવાનો સરકારે નીર્ધાર કર્યો છે. આ સ્કીમ હેઠળ સરકાર ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરી લઘુ અને મધ્યમ ઉદ્યોગને વિકસિત કરવા મદદરૂપ સાબિત થશે.

દરેક નિકાસ થતી ચીજોને એક્સપોર્ટ સ્કીમમાં આવરી લેવી જરૂરી

સરકાર નિકાસને ખુબજ પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યારે જે ચીજ વસ્તુઓ નિકાસ પોલિસીમાં ન આવતી હોય તે તમામનો સમાવેશ કરવો જે અંગે સરકારને સૂચન કરવામાં આવ્યું છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે, નિકાસને વધુ પ્રતોસાહિત કરી આયાત ઉપરનું ભારણ ઘટાડવું. જે માટે સરકાર હાલ મહેનત કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.