Abtak Media Google News

રૂપિયા 60 લાખની ખંડણી વસૂલવાના મામલે ખોરણાનાં યુવકને ઘેની પદાર્થ પીવડાવી બોથડ પદાર્થનાઘા ઝીકી મોતને ઘાટ ઉતારી લાશને સણોસરા ગામના ડેમમાં ફેંકી દીધી હતી

42 સાહેદો અને 150 થી વધુ કોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલા અને સંયોગીક પુરાવાની સાકળ ના આધારે કેસને સજા તરફ દોરી ગયો

રાજકોટ શહેરના ભાગોળે આવેલા  બિલેશ્વર નજીક ખોરાણા ગામના યુવાનની 12 વર્ષ પૂર્વે હત્યા કરી રૂપિયા 60 લાખની ખંડણી વસૂલવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલત તે મૃતકના બંને મિત્રોને આજીવન કેદ અને 75 હજાર  75 હજરનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના ખોરાણા ગામે રહેતા નયન ઉર્ફે કાળુ નાગજીભાઈ ગોંડલીયા નામના યુવાનની ગત તારીખ 2 10 11 ના રોજ બોથળ પદાર્થના ધા ઝીંકી સણોસરા ગામે  આવેલા ડેમમાં હત્યા કરી  લાશ ફેંકી દીધા અંગેની મૃતકના પિતા નાગજીભાઈ ગોંડલીયા એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ગણતરીની જ કલાકોમાં હત્યા અને ખંડણી નો ગુનાનો ભેદ ઉકેલી બંને શખ્સોની ધરપકડ કરી  પ્રાથમિક તપાસમાં મૃતક નયન ઉર્ફે કાળો ગોંડલીયા નામના યુવાન તેના મિત્ર માધવ કેસુ ભણસોલ અને મહેશ બાબુ વેકરીયા નામના બંને યુવાને મિત્ર નયન ઉર્ફે કાળો ગોંડલીયા ને ગરબી જોવા લઈ જવાના બહાને મહેશ  વેકરીયા ની વાડીએ લઈ જય ઠંડા પીણા માં ઘેની પદાર્થ પીવડાવી બેભાન થતા પથ્થર અને લોખંડના ધા ઝીકી મોતને ઘાટ ઉતારી સિમેન્ટ ભરેલી બેગમાં મૃતદેહ બાંધી સણોસરા ગામે ડેમમાં ફેંકી દીધા બાદ માધવ ભણસોલ અને મહેશ બાબુ એ મૃતક નયનના પિતા નાગજીભાઈ ગોંડલીયા ને ફોન કરી રૂપિયા 60 લાખની ખંડણી માંગી હતી બાદ નાગજીભાઈ ગોંડલીયા એ શહેર પોલીસ કમિશનરનો ખંડણી વિશે આવેલા ફોન અંગે સંપર્ક કરતા તુરંત તત્કાલીન પી.આઈ શ્રીવાસ્તવ એ તપાસનો દોર સંભાળી ખંડણીમાંગનાર બંને શખ્સોએ મૃતક ના પિતાને સાત હનુમાન પાસે બોલાવ્યા હતા.

બાદ માધવ ભણસોલ અને મહેશ વેકરીયા ને પોલીસની ગંધ આવી જતા બંને નાસી ગયાની કબુલાત આપી હતી. સરકાર દ્વારા કેસની ગંભીરતા લય સ્પેશિયલ પીપી તરીકે  એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા અદાલતમાં ચારસીટ રજૂ કરવામાં આવ્યું હતું. સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સ્પેશીયલ પીપી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં ગુજરનાર સણોસરા ગામ પાસે આવેલ તળાવમાંથી  લાશ મળી હતી.

તેમજ સિમેન્ટ અને વાયર ખરીદી કરી તે વેપારીએ બંને શખ્સોને ઓળખી બતાવ્યા હતા. તેમજ મહેશ બાબુ વેકરીયા ની વાડીએથી મૃતકના લોહીના નિશાન તેમજ પાકીટ મળી આવ્યું હતું. બનાવની રાત્રે થી બંને શખ્સો લાપતા હતા અને માધવ ની ગાડીમાં મૃતક નયન ઉર્ફે કાળો ગોંડલીયા ને નાખવા જઈ રહ્યા હતા. ત્યારે મૃતકના નામનું અગાઉ સીમકાર્ડ ખરીદી લીધું હતું.  મૃતકના પિતાને ખંડણી માટે ફોન કર્યાનું ખુલ્યું હતું તેમજ 42 સાહેદો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 150 ચુકાદાઓ રજૂ રાખ્યા હતા. પુરાવાની સાંકળ પૂરેપૂરી મળે છે. માત્ર ગુનાને અંજામ આપ્યા નું પુરવાર થાય આથી  સજાની  માંગ કરી હતી..  ફરિયાદ પક્ષ પોતાનો કેસ નીસંકપણે સાબિત કરેલો હોય તેમજ દસ્તાવેજી અને સંયોગી પુરાવાના આધારે અદાલતે   માધવ કેશુ ભણસોલ અને મહેશ બાબુ વેકરીયા ને આજીવન કેદની સજા અને રૂપિયા 75 હજાર 75 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં  સ્પે.પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયા, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા અને મૂળ ફરિયાદી વતી નીતીશ કથીરીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.