Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પવનના સુસવાટા સાથે ચોમાસાના વરસાદની જેમ ખેતરમાં પાણી ભરાઈ ગયા ને ક્યાંક ક્યાંક નદીનાાળાઓમાં પાણી વહેતું કરી દેતા “માવઠા” એ ભારે ધમાચકરડી મચાવી દીધી છે. કાળઝાળ ગરમીના દિવસોમાં સુસવાટા મારતા ઠંડા પવન નું આ વાતાવરણ અત્યાર સુધી આપણે પ્રકૃતિ સાથે કરેલા ચેડા નું હવે પરિણામ આવવા લાગ્યું હોય તેમ ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રમા આવેલી વિસંગતતા ના કારણે કુદરતનું રુદ્ર રૂપ જ ગણવું જોઈએ.

સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત માં જ નહીં દેશ અને સમગ્ર દુનિયામાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ તેની મૂળભૂત લાક્ષણિકતા સાચવવા સમર્થ રહ્યું નથી, શિયાળામાં ક્યાંક ક્યાંક આગ ઝરતિ ગરમી, ક્યાંક ભારે વરસાદ ,ક્યાંક ધરતીકંપ તો ક્યાંક અણધારી સુનામીની તબાહી વારંવાર ઊભી થાય છે, માત્ર ને માત્ર પૃથ્વી પરના તાપમાન ને જાળવવામાં થતી જાણી જોઈને માનવીની બેદરકારી સમગ્ર જીવ સૃષ્ટિ માટે દિવસેને દિવસે જોખમી બનતી જાય છે, યુરોપમાં સહારાનીરણ જેવી ગરમી, સહારા ના રણમાં દરિયો ભરાય એટલું પાણી છલકાવી દેતો વરસાદ, અને ભારતમાં દાયકામાં બે ત્રણ વાર અતિવૃષ્ટિ અને દુકાળની આ પરિસ્થિતિ માટે આપણે દોષ કુદરતને દઈએ છીએ પરંતુ વાંક વિકાસ પાછળ કરવામાં આવતા આંધળુકિયા ને જ ગણી શકાય, દુનિયા આખી ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વાતો કરે છે,

પરંતુ કોઈને વિધુત ઉત્પાદન; ઉદ્યોગો અને વાહનો ચલાવવા માટે ઇંધણના વપરાશ ઓછા કરવાનું મન થતું નથી; વાતાવરણમાં છોડાતી ગરમી ,શરીરને ટાઢા કરવા માટે ચલાવતા એસી વાતાવરણને કાળઝાળ ગરમ કરી દે છે, ,વૈશાખમાં વરસેલો આ વરસાદ માત્ર “માવઠું” જ નથી પણ આવનારા ભવિષ્યની’ માઠી’ પરિસ્થિતિની અગત્યની છે જો હજુ નહીં સમજીએ તો પ્રકૃતિ પોસ્ટનારના બદલે મારનાર બની જાય તો તેનો કુદરતનો જરાય કસૂર નહીં ગણાય ગ્લોબલ વોર્મિંગ એ ઋતુચક્ર અને અસ્તવ્યસ્ત કરી લીધું છે, પરંપરાગત ખેતી ,પાક અને વાવણીની પદ્ધતિ પણ હવે બદલાવ માંગી રહી છે, પ્રકૃતિની આ બદલતી પરિસ્થિતિ વચ્ચે અનુકૂળ થવું દિવસે ને દિવસે અઘરું થતું જશે તે  નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.