Abtak Media Google News

તાજેતરમાં ફોર્બ્સ દ્વારા એશિયાના ૫૦ સૌથી ધનવાન પરિવારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના મુકેશ અંબાણીનો પરિવાર પ્રથમ ક્રમાંકે આવતા ભારતનું સ્થાન ઉંચુ લાવ્યું છે. એટલું જ નહિં. આ સિવાય પણ ભારતના અન્ય ૧૮ પરિવારોએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ફોબર્સના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણી પરિવાર  એશિયામાં સૌથી ધનાટ્ય છે, કારણ કે તેમની સંપતિ ૧૯ અબજ ડોલરથી વધીને ૪૪.૮ અબજ ડોલર થઇ છે. જેણે સેમસંગ સામ્રાજ્યના લીસને પણ પાછળ રાખી દીધા છે. જ્યારે બીજા સ્થાને ટકી રહેવાં છતાં કોરિયાનાં લી પરિવારની સં૫તિ ૧૧.૨ અબજ ડોલરથી વધીને ૪૦.૮ અબજ ડોલર થઇ છે. જેનું મુખ્ય કારણ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સનાં શેર છે જે ગયા વર્ષે ૭૫% વધ્યા છે.

આ ઉપરાંત ટોપ ૧૦માં અંબાણી સિવાઇ કોઇ ભારતીય પરિવાર નથી પરંતુ કોઇ અન્ય પરિવારે ભારતનાં અંબાણી કરતા આ ઉંચો ઉંચો વૃધ્ધિદર દર્શાવ્યો નથી. જ્યારે અન્ય ભારતીય ૧૮ પરિવારોમાં ૧૧માં સ્થાને પ્રેમજી પરિવાર, ૨૬માં સ્થાને બજાજ, ૩૨માં સ્થાને જીન્દાલ, ૩૫માં સ્થાને બર્મન, ૩૬માં સ્થાને એઇચર મોટર્સ, લાલ પરિવાર, ૩૭માં સ્થાને શ્રી સીમેન્ટ બાન્ગર પરિવાર છે. આ ઉપરાંત ૪૧માં સ્થાને સેહગલ પરિવાર, ૪૨માં સ્થાને વાડિયા પરિવાર, DLFનો કૌશલ પાલ સિંઘ ૪૪માં સ્થાને, કેડિલા કં૫નીનો પટેલ પરિવાર ૪૫માં સ્થાને, પરિમલ પરિવાર ૪૭માં સ્થાને અને મુંજાલ પરિવાર ૪૮માં સ્થાને આવ્યો છે જે ખરેખર નોંધનીય પ્રગતિ દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.