Abtak Media Google News

– તમને જાણીને જરુર નવાઇ લાગશે, ચીનમાં આવેલા શંકસ્ચી પ્રાંતના દટોંગ શહેરનાં હુન્યુમાં માઉંટહેંગ પાસે પર્વતની ભેખડોમાં એક મંદિર આવેલું છે. મંદિરની એકદમ નજીક દટોંગ શહેર આવેલું છે. જે ઉત્તર-પશ્ર્ચિમમાં ૬૪૨૩ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરનની ‘હૈગીગ મંદિર’ લટકતુ મંદિર કહેવામાં આવે છે.

– આ ‘હૈગીંગ મંદિર’નું નિર્માણ આશરે ૧૫૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિર ફક્ત એના સ્થાન માટે જ નહિં પરંતુ ત્રણ ચીની ધર્મ : બુધ્ધતાઓ અને કફુશિવાદ માટે પણ જાણીતું છે. ૨૦૧૦ અનુસાર આ મંદિર દુનિયાની ૧૦ સૌથી ભયાનક મંદિરોમાંનુ એક હતું.

– આ મંદિરની શરુઆત ઉત્તરમાં આવેલુ વેઇ સામ્રાજ્યના અંતમાં લીઓરન નામના માણસ અને એક સાધુ દ્વારા થઇ હતી. ત્યાર બાદ આશરે ૧૪૦૦ વર્ષો સુધી સમયે-સમયે આ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવ્યું. હૈગીંગ મંદિર દટોંગ શહેરનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. તથા ઐતિહાસિક સ્થળ છે. આશરે ૧૫૦૦ વર્ષ પહેલા નિર્માણ કરેલું આ મંદિર ફક્ત એના સ્થાન માટે જ નહિં પરંતુ એના ધાર્મિક મહત્વ માટે પણ પ્રસિધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.