Abtak Media Google News
  •  નાણાકીય વર્ષ 2024 રાજકોશીય ખાધ જીડીપીના 5.8 ટકા જ્યારે આગામી વર્ષે 5.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણ
  • ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ

નેશનલ ન્યુઝ

મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0 નવી સંસદમાં આજે રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ છે, છતાં 2026 સુધીનું વિઝન રખાયું છે અને રાજકોશીય ખાધ ઘટાડવા કવાયત કરાઈ છે.
નાણામંત્રીનું બજેટ ભાષણ સવારે 11 વાગ્યાથી શરૂ થયું છે અને દેશનો સમગ્ર નાણાકીય હિસાબ જનતા સમક્ષ મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે તમામ સાંસદો ગૃહમાં હાજર રહ્યા છે. આ બજેટમાં ચાલુ નાણાકીય વર્ષે રાજકોશીય ખાધ જીડીપીના 5.8 ટકા જ્યારે આગામી વર્ષે 5.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.

બજેટ 2023માં બે મુખ્ય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે : નવી નોકરીઓનું સર્જન કરવા અને વૃદ્ધિને આગળ ધપાવવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું. અને બીજું, મૂડી ખર્ચમાં વધારો કરવો તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે ઙજઞમાં સરકારના હિસ્સાનું વિનિવેશ કરવું.

નિર્મલા સીતારામને બજેટ 2023ના અમૃત કાળ દરમિયાન ‘સપ્તર્ષિ’ અથવા નરેન્દ્ર મોદી સરકારની ટોચની સાત પ્રાથમિકતાઓની જાહેરાત કરી હતી . આ યાદીમાં સમાજના તમામ વર્ગોના સર્વસમાવેશક વિકાસ, સરકારની નીતિઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અવરોધોને દૂર કરીને અર્થવ્યવસ્થાની સંભાવનાનો વિસ્તાર કરવો, હરિયાળી ક્રાંતિ, યુવાનોની સંભવિતતાનો ઉપયોગ અને વિકાસમાં મદદ કરવા માટે ભારતના નાણાકીય ક્ષેત્રને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ગહન સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. તેમણે તેમના પ્રી-પોલ બજેટમાં કહ્યું હતું કે ભારતના લોકો આશા અને વિકલ્પો સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સમાવેશના તમામ પાસાઓનું ધ્યાન રાખ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે માળખાકીય સુધારા, લોકો તરફી કાર્યક્રમો અને રોજગારીની તકોએ અર્થતંત્રને નવી તાકાત આપવામાં મદદ કરી. નાણાકીય વર્ષ 2020-21માં અર્થતંત્રમાં 5.8 ટકાના ઘટાડા પછી, અમે 2021-22માં 9.1 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

બજેટ 2023-24માં રજૂ કરાયેલો ટેક્સ સ્લેબ જે હાલ પણ યથાવત્ રહેશે
0 થી 3 લાખ પર 0 ટકા
3 થી 6 લાખ સુધી 5 ટકા
6 થી 9 લાખ પર 10 ટકા
9 થી 12 લાખ પર 15 ટકા
12 થી 15 લાખ પર 20 ટકા
15 થી વધુ લાખ પર 30 ટકા

એક કરોડ કરદાતાઓને થશે લાભ
જો કે આમ છતાં એક કરોડ લોકોને ટેક્સથી જોડાયેલા લાભ મળશે કારણ કે નાણામંત્રીએ વર્ષોથી પેન્ડિંગ બાકી પ્રત્યક્ષ ટેક્સ માંગોને પરત લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 1962થી જેટલા જૂના ટેક્સથી જોડાયેલા વિવાદ કેસ ચાલી રહ્યા છે, જે વર્ષ 2009-10 સુધી પેન્ડિંગ રહેલા પ્રત્યક્ષ કર માંગોથી જોડાયેલા 24 હજાર રૂપિયા સુધીના વિવાદિત મામલા પરત લેવામાં આવશે. એજ રીતે 2010-11થી 2014-15 વચ્ચેના પેન્ડિંગ પ્રત્યક્ષ કર માંગોથી જોડાયેલા 10 હજાર રૂપિયા સુધીના મામલાઓને પરત લેવાશે. તેનાથી ઓછામાં ઓછા એક કરોડ કરદાતાને ફાયદો થશે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરોની સાથો સાથ ઈમ્પોર્ટ ડ્યૂટી માટે પણ સમાન દરોને યથાવત્ રખાયા છે. સ્ટાર્ટઅપ્સ અને સોવરેન વેલ્થ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરનારાને ટેક્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.