વર્લ્ડ કપ જીતીને તમે દેશની યુવા છોકરીઓને પ્રેરણા આપી છે: સચિન તેંડુલકર

વર્લ્ડ કપ વિજેતા વિમેન્સ અન્ડર-19 ટીમનું બેસીસીઆઇ દ્વારા સન્માન

સાઉથ આફ્રિકામાં તાજેતરમાં યોજાયેલા વિમેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય અન્ડર-19 વિમેન્સ ટીમનું બુધવારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આ સન્માન સમારંભ યોજાયો હતો. ત્યારે ભારતના સર્વકાલીન મહાન ક્રિકેટર્સને તેમની આ સિઘ્ધી બદલ બિરદાવી હતી. અને પ્રોત્સાહીત કરી હતી.

સચિવ તેંડુલકરે સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ જીતીને તમે દેશની યુવાન દિકરીઓને પ્રેરણા આપી છે અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે એવું નવું સ્વપ્ન પણ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું માનું છું કે પુરૂષ- મહિલાઓમાં સમાનતા હોવી જોઇએ  અને તે માત્ર રમતોમાં જ નહી પરંતુ તમામ ક્ષેત્રમાં તેમને સમાન તક મળવી જોઇએ. ભારતીય ક્રિકેટ બોર્ડે આ પ્રસંગે વિમેન્સ અંડર-19 ટીમની સિઘ્ધી બદલ ટીમને તથા ટીમની સાથે સંકળાયેલા સપોર્ટ સ્ટાફને પાંચ કરોડ પુરસ્કાર એનાયત કર્યો હતો. સચિને ઉમેર્યુ હતું કે મહીલા ક્રિકેટના વિકાસ માટે બીસીઆઇ તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.