અમિત શાહનુ આજે રાતે ગુજરાતમાં આગમન

  • કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપશે
  • ફરી 26મીએ અમદાવાદ પહોંચી તેમના નિવાસે રાત્રિ રોકાણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેંનેજમેંટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે. કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. 26 મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહ મંત્રી તેમના નિવાસે રાત્રી રોકાણ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત અહમ માનવામાં આવે છે. હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી પરંતુ દરેક પાર્ટીઓએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ખાસ બેઠક મળનાર છે. બે દિવસ ચાલનાર બેઠક આગામી તા. 25 અને 26 જૂનના રોજ મળશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપનાર છે. જેઓ 25મી જૂનના રોજ કેવડિયા પહોંચે તે પહેલા આવતીકાલે તા. 24મી જૂનના રોજ રાતના 10 કલાકે વડોદરા આવી પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ બાદ તેઓ તા. 25મી જૂનના રોજ સવારે વડોદરા એરપોર્ટથી નિકળી કેવડિયા જશે. જ્યાં ટેન્ટ સિટી -1માં મળનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં હાજરી આપવા કેવડિયા પહોંચશે. જ્યારે બીજા દિવસે બપોરે એક કલાકે ફોરેન્સીક સાયન્સ વિભાગની બેઠકમાં હાજરી આપશે.

બે દિવસ વિવિધ વિભાગની બેઠકમાં હાજરી આપવા ઉપરાંત તેઓ એકતા ટ્રાઇબલ કેફે, એકતા પાર્ક, ફૂડ અને ન્યૂટ્રિશિયન પાર્ક, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેઝર શો તેમજ ડેમ ખાતે લાઇટિંગ વિગેરેની મુલાકાત લેશે. જે બાદ તા. 26મી જૂનના રોજ રાતે હવાઇ માર્ગે અમદાવાદ જશે. જ્યાં તેમના નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરશે.