Abtak Media Google News

સાગર કિનારે ૧૫૦૦ મીટરનો લાંબો અને ૭ મીટર પહોળો યાત્રિ પથ બનશે

ભારત સરકારના ટુરીઝમ મંત્રાલય દ્રારા પ્રસાદ સ્કીમ અંતર્ગત સોમનાથનાં સાનિધ્યમાં વધુ એક આકર્ષણ ઉમેરાશે. રૂા. ૪૫ કરોડના ખર્ચે મંદિરના દક્ષિણ ભાગમાં સાગર કિનારે ૧૫૦૦ મીટર લાંબો અને ૭ મીટર પહોળા યાત્રિપનું નિર્માણ થશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ આ યાત્રિપનું  આજે ભૂમિપુજન કર્યું હતું.

સાગરદર્શની શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી નિર્માણ નાર યાત્રિપમાં યાત્રીકોને સુંદર બેઠક વ્યવસ સાથે ભક્તિમય સંગીતની સુરાવલીઓનો પણ લાભ લઈ શકશે. સમૃદ્ર સાથે સોમનાથના સૌદર્યને નિહાળવા આધુનિક લાઈટીંગ વ્યવસ્થા પણ રાખવામાં આવશે.

આ યાત્રિપથથી યાત્રાળુઓ માટે સોમનાથ મુલાકાત એક યાદગાર સંભારણુ બની રહેશે. યાત્રિપ ધાર્મિક, આર્થિક તેમજ દાર્શનીક અનુભુતિનુ ત્રિવેણી સંગમ સ્થળ બનશે. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોંધરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, પુર્વમંત્રી જશાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટર જેનુ દિવાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીની યાદીમાં જણાવાયું છે.આ કાર્યક્રમને સફળ બનાનવવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.