Abtak Media Google News

બસ સેવા શરૂ‚ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

હાલ શિયાળા ની સિજન હોવા ના કારણે સાંજ વહેલી પડી જવાથી સ્કુલ નો સમય સાંજ ના ૫ કલાકે રજા પડે છે એસટી બસ ન હોવા ના કારણે વિર્ધાર્થીઓ ને પ્રાઇવેટ વાહનો માં મુસાફરી કરવી પડે છે..

વિર્ધાર્થીનીઓ એ સાંજના સમયે ડુંગર પોલીસ સ્ટેશન પહોસી ડુંગર પીએસઆઇવી વી પંડ્યાને રજુઆત કરતા ધ્યાંન થી સાંભળી પોલીસ કોન્સ્ટેબલ પલ્લવીબેન હડીયા જે વિર્ધાર્થીનીઓ ની મદદ માટે કહેલ પલ્લવીબેને તત્કાળ પ્રાઈવેટ લકઝરી બસ ઉભી રખાવી તમામ વિર્ધાર્થીનીઓને બેચાડેલ ..

આ બનાવ થી વિર્ધાથીઓમાં  અને પોલીસ પ્રત્યે પ્રેમ ની લાગણી ઉદભવેલ અને ડર ઓછો થયેલ..

વિર્ધાર્થીઓ નો એક દિવસનો પ્રશ્નનો ઉકેલાઈ જવા પામેલ પરંતુ હવે પછી ના દિવસો માં વિર્ધાર્થીઓની  આજ રીતે પોલીસ મદદ કરશે  કે કેમ ?

તેમજ અમરેલી જીલ્લા એસટી વિભાગ દ્રારા ડુંગર ગામના વિર્ધાર્થીઓ માટે રાજુલા મહુવા લોકલ બસ  સાંજ ના સમયે ચાલુ કરવામાં આવે તેવી માંગ ડુંગર “યંગ મુસ્લીમ એજ્યુકેશન ગૂપ” દ્રારા અનેક વખત રજુઆત કરવા છતા પણ આજ દિન સુધી એસટી બસ શરૂ કરવામાં આવી નથી.

આ પહેલા  પણ રાજુલા ના ધારાસભ્યશ્રી  અંબરીશભાઈ ડેર ને રજુઆત કરી જઝ વિભાગ ને જાણ કરાઇહોવા છતા આજ સુધી જઝ તંત્ર ઉંઘતુ હોય તેવુ લાગી રહ્યુ છે..

જો ટુક સમય માં એસટી બસ શરૂ નહી થાય તો ગાંઘી સિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.