મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાન રામલલાના દર્શન કર્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ તેમને આશીર્વાદ આપ્યા.
મેગાસ્ટાર અભિતાભ બચ્ચન અયોધ્યામાં બનેલા રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લીધાના માત્ર 18 દિવસ બાદ શુક્રવારે ફરીથી અયોધ્યા પહોંચ્યા છે.
T 4899 – बोल सिया पति रामचंद्र की जय 🚩 pic.twitter.com/6S8rhQD8Uk
— Amitabh Bachchan (@SrBachchan) January 22, 2024
તેણે સફેદ ધોતી-કુર્તો અને નારંગી જેકેટ પહેર્યું હતું. અભિતાભે રામલલાના દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી. મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે અમિતાભ બચ્ચનને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે બચ્ચન અયોધ્યા પહોંચ્યા ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ રામલલાની પૂજા કર્યા બાદ બિગ બી હવે જ્વેલરી શોરૂમના ઉદ્ઘાટન માટે જશે અને કમિશનરને પણ મળશે. આ પછી તે મુંબઈ જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા પણ અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. આ પ્લોટ રામ મંદિરની નજીક છે અને તે મુંબઈના 7 સ્ટાર પ્લાન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ‘ધ સરયૂ’નો એક ભાગ છે. સમાચાર છે કે બિગ બી અહીં 10 હજાર સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા જઈ રહ્યા છે. આ પ્લોટની કિંમત 14.5 કરોડ રૂપિયા છે.