Abtak Media Google News

દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબીન હેઠળ કાર્યવાહી કરવા પાલિકાની કારોબારીમાં કરાયો ઠરાવ

અમરેલીમાં છેલ્લાં સતર વર્ષથી પાલિકાની કરોડો રૂપિયાની જમીન ઉપર દબાણ કરનાર આઠ જેટલાં શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવા હાથ ધરેલ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયેલ છે. સને.1998 માં ફક્ત જમીન વપરાશ માટે સાત વર્ષનાં થયેલાં કરારનો ઉલાળીયો કરી કાચા-પાકા બાંધકામો ખડકી દઈ દબાણકર્તાઓ સામે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવતાં ભારે ફફડાટ સાથે શહેરભરમાં ચકચાર સાથે ચર્ચા ચાલી રહી છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનાં હાર્દસમા લાઈબ્રેરી ચોકમાં આવેલી ખુલ્લી જમીન સને.1998 માં શહેરનાં રજાકભાઈ અલીભાઈ કુરેશી, ઈસુફભાઈ વલીભાઈ મોગલ, શબ્બીરબિન હાદીભાઈ તમીમી સહિતને અનુક્રમે 30ચો.મી., 64ચો.મી. તેમજ 30 ચો.મી. જમીન નગરપાલિકા દ્વારા સાત વર્ષનાં ભાડા કરારે આપવામાં આવી હતી. આ જમીન સને 2004 સુધી જ ભાડા કરાર મુજબ ફાળવવામાં આવી હોવા છતાં પણ આ શખ્સોએ જમીન નગરપાલિકાને પરત કરવાનાં બદલે કાચા-પાકા બાંધકામો કરી દબાણ કરેલું હતું. આ દબાણની કરોડો રૂપિયાની કિંમતની જમીન ખાલી કરાવવામાં આવતી ન હોવાની ફરીયાદો નગરપાલિકાનાં સત્તાધિશો કારોબારી ન ચેરમેન સુરેશભાઈ શેખવાને મળેલી હતી.

જેમાં ઉપરોક્ત ત્રણ શખ્સો ઉપરાંત શહેરનાં ગઢની રાંગની દિવાલ, સંતોષી માતાનાં મંદિર પાસે, મસ્જીદે તકવાની સામે ફરીદાબેન હનિફભાઈ, સતારભાઈ સુલેમાનભાઈ, હાજીશા હસનશા ફકીર અને હનિફભાઈ આમદભાઈ સહિતનાઓએ બિનઅધિકૃત ઓરડીઓ બનાવી સ2કા2ી જમીન ઉપર કરેલ દબાણ હટાવવા પાલિકા દ્વારા નોટીસ આપવા છતાં પણ નોટીસને પણ ગણકારવામાં ન આવતાં ભાજપ શાસિત પાલિકા દ્વારા પાલિકાનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર આવા તત્વો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ કરવા કાર્યવાહી હાથ ધરી દબાણકર્તાઓ સામે સતર વર્ષ બાદ નગરપાલિકા દ્વારા ભરવામાં આવેલાં પગલાં અંગે નગરપાલિકાનાં કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાએ જણાવેલ હતું કે, શહેરમાં ગઢની રાંગ, પાણી દરવાજા, ફુલારા ચોક, સાતમી બારી, બાજીશા દરવાજા, સોમનાથ મંદિર સહિતનાં વિસ્તારોમાંથી આવેલ લોક ફરીયાદોનાં આધારે આવા બિનઅધિકૃત દબાણકર્તાઓ સામે કાનુનીરાહે પગલાં ભરવા કારોબારીમાં તા.01/08/2023 નાં રોજ ઠરાવ કરવામાં આવેલ હતો કે આ વિસ્તારનાં તમામ દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબીંગ ફરીયાદ દાખલ કરવા અધિકાર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.