Abtak Media Google News

 

Advertisement

મતદાતા ચેતના અભિયાન

વેબ

મતદાતા ચેતના અભિયાન 1લી ઓગસ્ટ થી શરૂ થઈ ચુક્યુ છે અને 30 ઓગસ્ટના પૂરું થશે પરંતુ લોકોમા વધુ મતદાન અંગે વધુ જાગૃતિ લાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે ભાજપ ચૂંટણી ને એક પર્વ તરીકે ઉજવે છે અને આ પર્વ નો વધુમાં વધુ મતદાતા લાભ લે તે માટેના પ્રયાસો કરવામાં આવશે.પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વહીવટી અધિકારીઓ સાથે સંકલનમાં રહી મતદાર યાદીમાં સુધારા વધારા કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ તા.25 અને 26 ઓગસ્ટના રોજ એક સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવશે. ઉપરાંત જે તે જિલ્લાના સંસદસભ્ય, ધારાસભ્યો, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત સભ્યો, સ્થાનિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ પણ ભાગ લેશે.

આ અભિયાનને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા દ્વારા સોશ્યલ મીડિયા, મીડિયા તથા અન્ય પ્લેટફોર્મ દ્વારા મહત્તમ કરવામાં આવશે. આ અભિયાન માટે જરૂર પડે ત્યાં નગરપાલિકા, જિલ્લા અથવા ગ્રામ્ય વિસ્તારના  અધિકારીઓનો સહયોગ લેવામાં આવશે. આમ મતદાન ચેતના અભિયાનને સફળ બનાવવા માટે સૌ લોકો સહભાગી બને તે માટે અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરી હતી.

 

પ્રદીપ ઠાકર

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.