Abtak Media Google News

સુરત સમાચાર 

                  સુરત ખાતે સંસદ દર્શનાબેન જરદોશએ મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો

Screenshot 7 17

ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં મતદાતા ચેતના અભિયાનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે સુરત ખાતે સંસદ દર્શનાબેન જરદોશએ મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને કાર્યકરોને જણાવ્યું હતું કે, અભિયાનમાં 100 ટકા નવા મતદારોના નામની નોંધણી થાય તેવા પ્રયાસો કરવાના છે.Screenshot 9 11

25 થી 26 ઓગસ્ટ દરમ્યાન શહેરના તમામ બુથમાં નવા મતદાતાઓની નોંધણી સહિત કાર્યોની શરૂઆત થઈ છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અભિયાનનો સુરત મહાનગરના અલગ અલગ વોર્ડમાં આજથી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં નવા મતદારોને વધુમાં વધુ જોડવામાં આવશે.Screenshot 6 24

 

મતદારોના નામ કમી, સ્થળાંતરિત મતદારો અંગે સુધારણા જેવા કાર્યો હાથ ધરવાની શરૂઆત કરવામાં આવી છે. મતદાતાઓની સંખ્યામાં વધારો થાય તેવા અભિયાન થકી પ્રયાસ કરાઈ રહ્યો છે. મતદાર યાદી સુધારણા અંતર્ગત જન જાગૃતિનું પણ કાર્ય હાથ ધરાયુ છે. મહાનગરોમાં પ્રત્યેક વોર્ડમાં કાર્યશાળાનું આયોજન કરાયું છે. સ્થાનિક કાર્યકર્તાઓને અભિયાનની વિગતો અંગે માહિતગાર કરવાની શરૂઆત કરાઈ છે.

Screenshot 5 25
આજે સુરતનાં 155 ઓલપાડ વિધાનસભા ના વોર્ડ નંબર 2 મોટા વરાછા બુથ નંબર 376 અને 381 માં મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન હેઠળ કેન્દ્રીય રેલ અને કપડાં મંત્રી દર્શનાબેન જરદોશજીના હસ્તે કરવામાં આવ્યો હતો.

Screenshot 10 7

આ પ્રોગ્રામમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ અનિમેષ માળી, મનુભાઈ બલ્લર, ગૌરવભાઈ ઇટારીયા, રાજુભાઈ ઘોડાની, કરસનભાઈ ગોંડલીયા મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવા મતદારો જોડાયા હતા. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશજીએ આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને અનિમેષ માળીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

ભાવેશ ઉપાધ્યાય 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.