Abtak Media Google News

ગ્રાહકના સિલિન્ડરમાંથી ગેસનો ઉપયોગ  રીક્ષામાં  થતો હોવાનો વિડીયો  વાયરલ

અમરેલી શહેરમાં ઇન્ડિયન ગેસ ના ડિલિવરી કરતા રિક્ષાવાળાઓ થી ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે  અમરેલી શહેરમાં અલગ અલગ જગ્યાએ ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા માણસો હવે ડાયરેક્ટ ગ્રાહકોના સિલિન્ડર માં પોતાની એલ પી જી રિક્ષાનું કનેક્શન આપી આખો દિવસ રિક્ષા ચલાવે છે

Advertisement

ગ્રાહકો પાસેથી જે ખાલી સિલિન્ડર આવે છે તેમાં રીફિલિંગ કરી ગેસ ભરીલે છે અને આખો દિવસ ગ્રાહકોના પૈસે રિક્ષા ચલાવે છે ત્યારે એવીજ રીતે એક ગેસ સિલિન્ડર ડિલિવરી કરતો માણસ મીડિયાના કેમેરામાં ઝડપાઈ ગયો હતો વિડિયો ઉતરતાની સાથેજ સિલિન્ડર માંથી રેગ્યુલેટર કાઢી નાખ્યું હતું ડ્રાઈવિંગ સાઈટ પાસે બોડીમાં હોલ પાડી ને ગેસની નળી પાછળ કાઢીને સિલિન્ડર પાસે નીચે પડેલી જોવા મળેછે આના વિશે જવાબદાર બિલખીયા ગેસ એજન્સીના માલિક અસલમભાઈ ને આં બાબત ની જાણ કરતા એકશન લઈ માણસને નોકરી પરથી કાઢી નાખ્યાં નુ જણાવ્યું હતું પરંતુ આ તૂતક કેટલા દિવસોથી ચાલતું હશે ? કેટલા ગ્રાહકો લૂંટાયા હશે તેવા સવાલો ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.