Abtak Media Google News

તરૂણીએ બાળકને જન્મ આપ્યો, ત્રણેયના ડીએનએ ટેસ્ટની તજવીજ

ધ્રોલના હરિપર ગામની અગિયાર વર્ષની તરૃણી પર દુષ્કર્મ ગુજારી તેણીને સગર્ભા બનાવી દેનાર નરાધમને પોલીસે પકડી પાડ્યો છે. ભોગ બનનાર તરૃણીએ બાળકને જન્મ આપ્યો હતો, તે બાળક, તરૃણી તથા આરોપીની સઘન તબીબી ચકાસણી માટે પોલીસે કાર્યવાહી કરી છે.

Advertisement

ધ્રોલ તાલુકાના હરિપર ગામમાં રહેતા રાજુ કારાભાઈ ભરવાડ નામના એક શખ્સે નવેક મહિના પહેલાં ગામની સીમમાં ગાયો ચરાવવા આવેલી માત્ર અગિયાર વર્ષ અને અગિયાર મહિનાની તરૃણી પર બે વખત પાશવી દુષ્કર્મ ગુજારતા આ તરૃણી ગર્ભવતી બની ગઈ હતી. આ તરૃણીએ પેટમાં દુ:ખાવાની ફરિયાદ માતા-પિતાને કર્યા પછી તેણીને ધ્રોલ દવાખાને લઈ જવામાં આવી હતી. જયાં તબીબોએ ચકાસણી કર્યા પછી તેણી ગર્ભવતી હોવાનું જણાવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે આ તરૃણીનું નિવેદન નોંધી આરોપીની શોધખોળ શરૃ કરી હતી.

નવેક મહિના પહેલાં તેણીને બળજબરીથી ઝાડ પાછળ લઈ જઈ રાજુ કારાભાઈએ બે વખત મ્હોં કાળુ કર્યું હતું. તેથી આ તરૃણી સગર્ભા બની હતી અને તેણે રવિવારે બાળકને જન્મ પણ આપ્યો હતો.

આરોપીને પકડી પાડવા માટે ધ્રોલના પીએસઆઈ સી.એમ.કાંટેલીયાએ હાથ ધરેલી તપાસમાં ગઈકાલે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે ભોગ બનનાર તરૃણી, બાળક તથા આરોપીના ડીએનએ ટેસ્ટ કરવાની તજવીજ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.