Abtak Media Google News

ધોરાજી ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ઓજશ ઈન્ટરનેશનલ  સ્કૂલ બસ અને  રીક્ષા વચ્ચે ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મા રીક્ષા મા બેઠેલા ૩ પેસેન્જર ને ગંભીર ઈજા થવા થી ધોરાજી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા હતા.

આજ ના આ આધુનિક યુગ છાસવારે લોકોની બેદરકારી ના કારણે મહામુલી માનવ જીંદગી ખતરા મા પડી જાય છે આ કિસ્સાથી ધોરાજી શહેરના વાલીગણ ભારે રોષ ની લાગણી ફેલાઈ જવા પામી છે આ બનાવ વિગત અનુસાર ધોરાજી ની ઓજશ ઈન્ટરનેશનલ સ્કુલ વિદ્યાર્થીઓને લઈ ને જતી હતી ત્યારે ખારાવાડ વિસ્તારમાં રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમા ધીરૂભાઇ સવજીભાઇ  જયંતીભાઇ વશરામભાઈ સોઢા તથા કિશોરભાઈ વાલજીભાઈ સોઢા ને ગંભીર ઈજા થઈહતી જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાથી જુનાગઢ રીફર કર્યાછે. આ અકસ્માત ને લઈ ધોરાજી શહેર ના વાલીઓ તથા લોકો મા માતેલા સાંઢ ની માફક દોડતી સ્કુલ બસમાં તથા સ્કુલ ના સંચાલકો ઉપર ખાસી લગામ કસવા ની તાતી જરૂર છે તેવી ચર્ચા ભારે જોર પકડીયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.