Abtak Media Google News
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. એ.એ.જાડેજાને બાતમી મળેલ કે, સાયલા તાલુકાના સુદામડા ગામ માથી એક સીલ્વર કલરની ગેટ્સ કાર નં.જી.જે.15 પી.પી.1913 વાળી ઈગ્લીશ દારુનો જથ્થો ભરી નીકળનાર છે..
  સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. વિનુભાઈ , પો.કો.અમરકુમાર , યોગેશકુમાર , વિજયસિંહ.ડી , રવિરાજસિંહ.જી , હરદેવસિંહ.બી સહિતની ટીમ દ્વારા ઉપરોકત સુદામડા ગામની નીર્મળ નગર શેરીના નાકે વોચમા હતા  દરમ્યાન ઉપરોકત નંબર  વાળી કાર નીકળતા કાર ચાલક પોલીશને જોઈ જતા કાર મુકી નાશી ગયેલ જે કાર નજીક જઈ કારની તલાશી લેતા કાર માથી વિદેશી દારૂની બોટલો નંગ 228 કી.રુ.91,200/- તથા કાર કી.રુ.2,00,000/- કુલ કિંમત રૂ. 2,91,200/- ના મુદ્દામાલ* પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની વોચ દરમિયાન આરોપી/ કાર ચાલક હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગયેલ હોય…_
  પકડાયેલ મુદ્દામાલ બાબતે નાસી ગયેલ આરોપી કાર ચાલક  વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના પો.કોન્સ હરદેવસિંહ.બી પરમાર દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…
  સાયલા પોલીસ દ્વારા આ  નાશી ગયેલ આરોપીને પકડી આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..?  નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ.ઇન્સ. એ.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપી/કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે…

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.