Abtak Media Google News

૨૦૨૨માં હવાઈ ટ્રેનની સુવિધાઓ યાત્રીકોને મળી રહેશે

દેશની રાજધાની દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે એક ટર્મીનલમાંથી બીજી ટર્મીનલમાં જવા માટે રોમાંચકારી અનુભવ કરાવતી હવાઈ ટ્રેનની સુવિધાઓ ૨૦૨૨ સુધીમાં ઉપલબ્ધ થઈ જશે.

દેશના સૌથી મોટા વિમાન મથકમાં મુસાફરોની આંતરીક પરિવહન વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર સાથે ટર્મીનલ ૩ અને ટર્મીનલ ૧ વચ્ચે પેસેન્જરોની હેરફેર માટે હવામાં ઉડતી ટ્રેન શરૂ થઈ જશે.

7537D2F3 2

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષે ૧૦ કરોડ મુસાફરોની અવરજવર થાય છે. સૌથી મોટા ટર્મીનલ ૧માં ચોથો રનવે તૈયાર થઈ ચૂકયો છે. ત્યારે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રા.લી. એ જાહેર કર્યું હતુ કે હવે મુસાફરોના ઘસારાને પહોચી વળવા શટલ બસોની સુવિધા પૂરી નથી પડતી અમે સીગાપૂરની ક્ધસલટન્ટ કંપનીને ટ્રામ જેવી ટ્રેન સુવિધા અથવા અન્ય વ્યવસ્થા અંગેની ઉપલબ્ધીઓ ચકાસવા જણાવ્યું છે ટર્મીનલ ૧ અને ટર્મીનલ ૩ વચ્ચે મુસાફરોની અવર જવર માટે પરિવહન વ્યવસ્થા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જે નવી વ્યવસ્થા માટે કાર્યરત બનશે.

ન્યુયોર્કના જે.એફ.કે. અથવા સીંગાપૂરના ચૈગી એરપોર્ટની જેમ ઈન્દિરાગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પણ ટર્મીનલ ૩ અને ટર્મીનલ ૧ની બહાર મેટ્રો સ્ટેશનની જેમ અન્ય વિકલ્પો માટે મિસ્તુબીસી અને સ્વીસ કંપનીઓ વ્યવસ્થા માટે ઓફર કરી છે. દિલ્હીના આ એરપોર્ટ પર હવાઈ ટ્રેનની વ્યવસ્થા ત્રણ વર્ષમાં જ ઉભી થઈ જશે એમ કંપનીઓને સમય અવધીમાં બાંધી નથી લીધી પરંતુ ૨૦૨૨ સુધીમાં મુસાફરો એરપોર્ટના આંતરીક પરિવહન માટે એરટ્રેનનો ઉપયોગ કરતા થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.