Abtak Media Google News

૮૦૦ પોઝીટીવ કેસ નોંધાયા: ૧૪ શંકાસ્પદ મોત

રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુનો હાહાકાર મચી ગયો છે. દિન-પ્રતિદિન ડેન્ગ્યુનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં વધુ એક મહિલાનું શનિવારે ડેન્ગ્યુ પોઝીટીવ આવતા સારવાર દરમિયાન દમ તોડતા ડેન્ગ્યુએ વધુ એકનો ભોગ લીધો હતો. હાલ રાજકોટમાં ૮૦૦થી વધુ ડેન્ગ્યુનાં કેસો નોંધાયા છે. જયારે ૧૩ શંકાસ્પદ મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે.

અતિભારે વરસાદનાં પગલે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો પણ ફાટી નિકળ્યો હોય તેમ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ જેવા વાયરસનાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો હોય તેમ સૌરાષ્ટ્રભરની હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં દર્દીઓથી ખાટલા ઉભરાઈ રહ્યા છે. રાજકોટમાં આ સિઝનમાં ૮૦૦થી વધુ કેસ ડેન્ગ્યુનાં નોંધાયા છે. જયારે ૧૩ દર્દીઓનાં ડેન્ગ્યુ શંકાસ્પદથી મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે ત્યારે રાજકોટમાં વધુ એક મહિલાને ડેન્ગ્યુની અસર હોય જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ચાલુ સારવારમાં તેનું મોત નિપજયું હતું.

છેલ્લા ત્રણ-ચાર માસથી ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડનાં વાયરલથી શહેરીજનો ત્રસ્ત થતા હોય અને વરસાદની ઋતુ પૂર્ણ થયા છતાં મચ્છરજન્ય રોગનાં કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યું છે ત્યારે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુનાં દર્દીઓથી ઉભરાઈ રહી છે. બાળકો, તરૂણો, યુવાન સહિત દર્દીઓને વાયરલ ઈન્ફેકશન લાગુ પડી જતા ડેન્ગ્યુ, ટાઈફોઈડ કે મેલેરીયાનો શિકાર બની જાય છે જેમાં ડેન્ગ્યુનાં દર્દીઓની સંખ્યામાં હજુ વધારો જોવા મળતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ચાલુ સિઝનમાં ડેન્ગ્યુમાં ૮૦૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે અને એકનું સતાવાર મોત નોંધાયું છે. જયારે ૧૩ દર્દીઓના ડેન્ગ્યુ શંકાસ્પદ સારવારમાં મોત નિપજયાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબી રોડ પર તિ‚પતિ સોસાયટી શેરી નં.૩માં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નર્સીંગ તરીકે કામ કરતા ભારતીબેન ધવલભાઈ નશીત નામના ૨૮ વર્ષનાં મહિલાને શનિવારે તાવ આવતો હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ચાલુ સારવારમાં ગઈકાલે મહિલા બેભાન થઈ જતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે.

7537D2F3 2

નર્સીંગમાં નોકરી કરતા મહિલા ડેન્ગ્યુનો ભોગ બનતા આરોગ્ય તંત્ર ફરી સતર્ક થયું છે.

રાજકોટમાં ડેન્ગ્યુનો હાહાકાર યથાવત રહેતા લોકોમાં પણ ડેન્ગ્યુનાં વાયરલથી ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરમાં ડેન્ગ્યુનાં હાહાકારમાં અધિકારી, તબીબો પણ સપડાયા હતા ત્યારે આમ જનતા પણ ડેન્ગ્યુનાં વાયરલમાં આવી રહ્યા છે.

શહેરમાં વધુ એક મહિલા ડેન્ગ્યુનો ભોગ બનતા આરોગ્યતંત્ર વધુ કમરકસી છે. ચોમાસુ પુરુ થયું હોવા છતાં પણ ડેન્ગ્યુનાં કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્રનો માથાનો દુ:ખાવો બની રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર જેવા શહેરોમાં અને આસપાસનાં ગામડાઓમાં ડેન્ગ્યુએ ફફડાટ મચાવ્યો છે. જીલ્લા તંત્ર અને આરોગ્ય તંત્રએ જીવલેણ વાયરલ પર કાબુ મેળવવા દોડધામ શરૂ કરી છે છતાં પણ ડેન્ગ્યુનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.