ભવનાથમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે બનાવાયો કુત્રિમ કુંડ

જૂનાગઢની પવિત્ર નદીઓ તથા કુંડ પ્રદૂષિત ન થાય અને ભાવિકોની આસ્થા પણ જળવાઈ રહે તેવા શુભ આશ્રયથી મનપા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કુંડમાં પ્રથમ ત્રણ દિવસમાં જ આશરે દોઢસોથી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ મનપા દ્વારા કોઈ ભાવિકો દામોદર કુંડ, રેવતી કુંડ, નારાયણ ધરા કે પવિત્ર નદીઓમાં મૂર્તિનું વિસર્જન કરી નદી આ પવિત્ર ધામોને પ્રદૂષિત ન કરે તથા વિસર્જન વખતે કોઈ મોટા અકસ્માત ન સર્જાય તે ધ્યાને રાખી ભવનાથ ક્ષેત્રમાં પ્રાકૃતિક કુંડ બનાવવામાં આવ્યો છે.

આ કુંડમાં સંતો દ્વારા મુર્ગી કુંડ, દામોદર કુંડ, નારાયણ ધરાનું જળ અર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગણેશ મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન આ કુંડમાં આશરે દોઢસોથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.