Abtak Media Google News

રાજકોટની જેલમાંથી પેરોલ પર છૂટીને ભાગી છુટેલા હાપાના વતની એવા પાકા કામના કેદી ને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે કચ્છ ભુજ માંથી ઝડપી લીધો છે, અને ફરીથી રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.

જામનગર તાલુકાના હાપા ના વતની પ્રવીણ ઉર્ફે પોપટ ભવાનભાઈ મેથાણીયા, કે જેને પાકા કામના કેદી તરીકે રાજકોટની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો છે, અને તેમાં પેરોલ ની રજા પર જેલમાંથી બહાર નીકળ્યા પછી પરત જેલમાં ગયો ન હતો, અને નાસી છૂટ્યો હતો.

જેથી જામનગરની પેરોલ ફર્લો ની ટીમ દ્વારા તેમની શોધખોળ ચલાવવામાં આવતી હતી. દરમિયાન ઉપરોક્ત આરોપી કચ્છ ભુજમાં સંતાયો હોવાની બાતમીના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ કચ્છ ભુજ પહોંચી ગઈ હતી, અને ત્યાંથી આરોપી પ્રવીણ ઉર્ફે પોપટ મેથાણિયાને ઝડપી લીધો હતો, અને તેને જામનગર લઈ આવ્યા પછી રાજકોટ થી મધ્યસ્થ જેલમાં પરત મોકલી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.