Abtak Media Google News

ભજન, ભોજન અને સેવામાં માનનારા ગાયત્રી આશ્રમ ગધેથડનો મુખ્ય ઉદેશ્ય અસાધ્ય રોગોના દર્દીઓનો દેશી ઉપચાર

ભાદરવી પૂનમના દિવસે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ ભાવિક ભક્તો પૂ. લાલબાપુ ના દર્શને ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે ઉમટી આવ્યા હતા.આ પ્રસંગે પૂ. લાલબાપુ એ ઉપસ્થિત ભક્તો સમક્ષ જણાવ્યું હતું કે સમાજમાં સંસ્કાર અને લોકોના જીવન ઘડતરમાં સંતોની ભૂમિકા અગ્રીમ હોય છે.  હાલમાં ગેોમાતાઓને લમ્પી વાયરસમાંથી મુકિત મળે તે હેતુસર ગાયત્રી આશ્રમ ગધેથડ થી કારતકી પુનમ નો કાર્યક્રમ રદ કરી ર4 લાખ ગાયત્રી માતાના મંત્રનું અનુષ્ઠાન શરૂ કરવામાં આવેલ છે.

વ્યસન મુકિત થી આદર્શ મનુષ્ય અને આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે.  સમાજમાં વ્યસન મુકિત થતા ધર્મનું આચરણ થતા વૃધ્ધાશ્રમો ઓછા થઈ શકશે, માતા-પિતા વડીલોનો વિનય વિવેક વગેરે શકય બની શકે. મોબાઈલ તથા ટીવીનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરી શાસ્ત્રોનું વાંચન તથા સાહીત્યના વાંચન થકી સમય પસાર કરવો જોઈએ. દરેક ભગવાનને નમન કરવું જોઈએ પરંતુ એક જ પ્રભુનુ અને એક જ મંત્રના સ્મરણ થકી સાધનામાં આગળ વધવુ એ સાધકનું કર્તવ્ય છે. આપ જયારે અમારા ગાયત્રી આશ્રમે આવો છો ત્યારે મારા ગાયત્રીઆશ્રમ તરફથી ગાયત્રી માતાજી કે ગાયત્રી મંત્રની આરાધના કરવાનો હું કોઈને ફરજીયાતપણે આગ્રહ ન કરી શકુ પરંતુ આપના કોઈ પણ દેવી દેવતા નું સ્મરણ કરી આરાધના કરી પ્રભુભકિત તથા આત્મકલ્યાણનાં માર્ગે આગળ વધો તેવુ તો જરૂરથી કહી જ શકું.   કોઈ પણ ભગવાન નું સ્મરણ કરો પરંતુ એકનું કરો તો મંત્ર સાધના સફળ બને છે તથા પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.  જેમ તમે મોબાઈલમાં ઈશ્વરનાં સંતનાં ફોટા પાડો છો તેમ મંદીરમાં, આશ્રમમાં જઈ આત્માની અંદર ભગવાનનો કેમ ફોટો ન પાડી શકો. મંદીર, આશ્રમમાં જઈ હકારાત્મક વાઈબ્રેશનનો અહેસાસ થવો જોઈએ.

જ્ઞાતિ જાતીના ભેદભાવમાં ન માનનારા, ભજન ભોજન અને સેવાના મુખ્ય ઉદેશથી આગળ વધનારા પૂ. લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથડ દ્વારા લાખો દર્દીઓનાં અસાધ્ય રોગોમાંથી મુકિત મળે તે માટેની વિનામૂલ્યે અવિરત સેવા ચાલુ છે. ગાયત્રી આશ્રમમાં ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ વિનામૂલ્યે દરરોજ અવિરતપણે બપોરે તથા રાત્રે સેવા ચાલુ છે અને દિવસ દરમિયાન આખો દિવસ કાયમ માટે ચા પાણી ની સેવા પણ વિનાલુલ્યે અવિરતપણે ચાલુ છે.  સાદાઈ, સરળતા નિરાભીમાની પૂ. લાલબાપુ કે જેઓ ર4 કલાકમાંથી માત્ર 3 કલાક ધર્મસત્સંગ અને અસાધ્ય રોગોના નિવારણ માટે બહાર આવે છે અને  ર1 કલાક ગાયત્રી માં ની ભકિતમાં પસાર કરે છે.  જે અંગેની ગાયત્રી આશ્રમના સેવક સુખદેવસિંહ વાળા મો. 63પપ96883પ, 9099405040 ની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.