Abtak Media Google News

રાજકોટના મોચી બજાર પાસેના જૂના ખટારા સ્ટેન્ડ નજીક ટ્રાફિક બ્રાંચની ઓફિસ સામે ઓવરબ્રિજ નીચે સૂતેલા રાજસ્થાનથી મજૂરી કામ માટે આવેલા શ્રમિક પરિવારના ચાર માસના બાળકના અપહરણની ગંભીર ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. જે બનાવમાં આ અપરણ કરાયેલું બાળક થાન થી હેમખેમ મળી આવતા પોલીસ સાથે આજકારો અનુભવ્યો હતો જ્યારે આ બાળકને અપહરણ કરનાર ની શોધખોળ કરતા ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ વાંકાનેરના સુરેશને ઉઠાવી લીધો હતો. અને તેની અગવી ડબે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રાત્રિના બાળક અતિશય રડતું હોવાથી તેને લાગણી હિન બની બાળકને છાનું રાખવા માટે પોતાની સાથે ઠેટ થાન સુધી લઈ ગયો હતો પરંતુ બનાવની ગંભીરતા જણા હતા બાળકને સુરક્ષિત સ્થળે છોડી મૂકી ભાગી ગયો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે હાલ શખ્સને સક્નજામાં લઇ તપાસ શરૂ કરી છે.

બાળક રડતું હોવાથી તેને છાનું રાખવા સાથે લઈ ગયો હતો, બનાવની ગંભીરતા સમજતા લાગણીશીલ યુવકે લાગણી હિન બની બાળકને સુરક્ષિત સ્થળે છોડી દીધું

ક્રાઈમ બ્રાંચે યુવકને શકંજામાં લઈ પૂછપરછ  કરતા મામલે પરથી પડદો ઉંચકાયો

બનાવની વિગતો મુજબ રાજસ્થાનના બ્યાવર નજીકના ટીલામેડા ગામના વતની રમેશભાઈ પન્નાલાલ ભીલ (ઉ.વ.35) ને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે. સૌથી મોટો પુત્રક્રિષ્ન (ઉ.વ.13) હાલ વતનમાં છે. જયા2ે તેનાથી નાની બે પુત્રીઓ શિતલ અને યશોદા, સૌથી નાના પુત્ર સરવણ (ઉ.4 માસ) ઉપરાંત પત્ની ગીતા સાથે ગઈ તા.25ના રોજ રમેશભાઈ મજૂરીની તલાશમાં રાજકોટ આવ્યા હતા.અને રાજકોટમાં મોચીબજાર જૂના ખટારા સ્ટેન્ડ નજીક ટ્રાફિક બ્રાંચની ઓફિસ સામેના બ્રિજ નીચે રહેવાનું શરૂ કર્યું હતું.રાજકોટ આવ્યા બાદ કામની તલાશ શરૂ કરી હતી. પરંતુ કોઈ કામ મળ્યું ન હતું. ગઈકાલે રાત્રે રમેશભાઈ અને તેના પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. તે વખતે રમેશભાઈ અને તેની પત્ની ગીતાબેને પોતાની વચ્ચે સૌથી નાના પુત્ર સરવણને સુવડાવ્યો હતો. જયારે બંને પુત્રીઓ બાજુમાં સૂતી હતી. પરોઢિયે ત્રણેક વાગ્યે બંનેની ઉંઘ ઉડતા જોયું તો સરવણ બાજુમાં સૂતેલો ન હતો. જેથી તત્કાળ તેની આસપાસ શોધખોળ કરી હતી.

જ્યારે આ બનાવ મામલે એડિવિશન પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધી બાળકની શોધખોળા ધરવામાં આવી હતી ત્યારે પી.આઇ ડી.એમ.હરીપરા અને તેમની ટીમને જાણવા મળ્યું હતું કે બાળક થાનની હોસ્પિટલમાંથી મળી આવ્યું છે જેથી બાળકના પરિવાર સાથે એક ટીમને થાન રવાના કરી હતી અને બાળકનો કબજો તેના મા બાપને સોંપ્યો હતો. જ્યારે બાળકનો અપહરણ કરનાર ની શોધ કોઈ કરતા ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જાડેજા અને તેની ટીમના દ્વારા આ બનાવવામાં વાંકાનેર ના સુરેશ નામના શખ્સે ઉઠાવી લીધો હતો. જેમાં તેની પૂછપરછ કરતા તેને કબુલાત આપી હતી કે રાત્રિના બાળક અતિશય રડી રહ્યું હતું જેના કારણે તેને છાનું રાખવા માટે આ બાળકને પોતાની સાથે ઠેઠ થાન સુધી લઈ ગયો હતો પરંતુ બનાવની ગંભીરતા તેને જણાતા આ બાળકને મસ્જિદ પાસે સુરક્ષિત ત્યજી દીધું હતું. જેથી હાલ આ સુરેશની વાતમાં કેટલી સચ્ચાઈ છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.