Abtak Media Google News

રખડતા પશુઓને પકડવાની કામગીરી પુરજોશમાં ચાલું છતાં ત્રાસ ઘટતો નથી

રાજકોટ મહાનગરપાલીકાની ઢોર પકડ પાર્ટી દ્વારા એક સપ્તાહમાં રાજમાર્ગો પરથી રખડતા-ભટકતાં 271 પશુઓ પકડવામાં આવ્યા છે.શહેરના ગોપાલચોક, રૈયાગામ, સ્લમ ક્વાર્ટર, રૈયાધાર, જીવંતીકાનગર, મુંજકા મેઈન રોડ, ગાર્બેજ સ્ટેશન, ચંદન પાર્ક, ભીડભંજન સોસાયટી, યોગરાજનગર, પરશુરામ તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી 47 પશુઓ, શાસ્ત્રીનગર, અક્ષર સ્કુલ, નટરાજ ચોક, ધરમનગર આવાસ, જાગૃતિ શ્રમજીવી, સેતુબંધ સોસાયટી, વૈશાલીનગર, રૈયા પાણી ટાંકા પાસે તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી 33  પશુઓ ડબ્બે પુરાયા હતા.

ખોડીયારનગર મેઈન રોડ, કૃષ્ણનગર મેઈન રોડ, ગોકુલધામ મેઈન રોડ, 150 ફુટ રીંગ રોડ, વાવડીગામ, આંબેડકર ચોક, રવેચી સોસાયટી, પરિન ફર્નિચરની પાછળ, વૃંદાવન ગૌશાળા પાસે, હુસેનીચોક તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી 31 પશુઓ ડબ્બે  ભગવતીપરા, સંતકબીર રોડ, વેલનાથપરા, ગોકુલનગર, મારૂતીનગર, શિવનગર, લાતી પ્લોટ, છપ્પનીયા ક્વાર્ટર, ન્યુ શક્તિ સોસાયટી, જય જવાન જય કિસાન, આડો પેડક રોડ, શિવનગર, શ્રીરામ સોસાયટી તથાં આજુબાજુનાં વિસ્તારોમાંથી 45  પશુઓ, કોઠારીયા મેઈન રોડ, કોઠારીયા સોલવન્ટ, વ્રુંદાવનપાર્ક, ઓમનગર, સોલવન્ટ ક્વાર્ટર, સિતારામ સોસાયટી, વેલનાથપરા, જડેશ્વર સોસાયટી, હરિદ્વાર સોસાયટી, ગણેશનગર, કોઠારીયા ગામ, રણુજામંદિર, શીતળાધાર તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી 25  પશુઓ બજરંગવાડી, પોપટપરા, રેલનગર, અલ્કાપુરી શેરી નં – 1 ના ખૂણે તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી 18 પશુઓ, માધવવાટીકા, પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ, 80 ફૂટ ચોકડી, ભાવનગર રોડ, પટેલનગર, સહકાર રોડ, દેવપરા રોડ, નંદાહોલ, ગોકુલનગર ક્વાર્ટર્સ , દોસી હોસ્પિટલ તથા આજુબાજુનાં વિસ્તારમાંથી 15  પશુઓ. તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 271 પશુઓ પકડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.