Abtak Media Google News

કડકડતી ઠંડીમાં લોકોને રાત્રીનાં સમયે પાણી ભરવું મુશ્કેલ બન્યું : રાતના બદલે અન્ય સમયે પાણી આપવા લોક માંગ

ધોરાજી નગરપાલિકા દ્વારા અપાતું પીવા નું પાણી વિતરણ રાત્રે થતાં લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે હાલ શિયાળા રૂતુ ચાલતી હોય અને જેટલી ગરમી અને જેટલો વરસાદ પડ્યો હતો તેમ શિયાળામાં પણ અસહ્ય ઠંડી પડી રહી છે આખો દિવસ અને રાત ઠંડી નું તાપમાન વધતું જાય છે લોકો ને ગરમ કપડાં ઓ પહેરવા પડે છે અને રાત્રે સૂતી વખતે તો બે ત્રણ ગોદળા ઓ અથવા તો ઠંડી ની બચવા માટે બ્લેન્કેટ ઓઢી ને સુવું પડે છે તોય ઠંડી તો લાગે જ છે ત્યારે ધોરાજી નગરપાલિકા ની મનમાની અને હોરમાય ભર્યુ વર્તન કરાતું હોય એવું લાગે છે એક તો ચાર પાંચ  દિવસે પાણી આપે છે અને અમુક માનવતા વોર્ડ માં અને વિસ્તારમાં સગવડતા મુજબ પીવાનું પાણી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે અને અન્ય વિસ્તારો મા અને વોર્ડ માં રાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે જેથી આ કડકડતી ઠંડીમાં લોકો ને પાણી ભરવું પડે છે ગૃહિણી આખો દિવસ ઘરકામ કરી અને થાકી ગઈ હોય અને ત્યારે જ નગરપાલિકા દ્વારા પીવાનાં પાણી નું વિતરણ રાત્રે કરવામાં આવે છે જેથી કડકડતી ઠંડી માં પાણી ભરવાં માટે મજબૂર બને છે સાથે પરીવાર ના સદસયો પણ પાણી ભરતાં હોય છે જેથી ધોરાજી ની આમ જનતા માં રોષ ભભૂકી ઊઠ્યો છે અને નગરપાલિકા કચેરી દ્વારા જે પાણી વિતરણ રાત્રે કરવામાં આવે છે તેનાં બદલે અન્ય સમયે પીવાનાં પાણી નું વિતરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.